હવે કેમ નહીં વધે ડુંગળીનો ભાવ ? જુઓ
સરકારે શું કરી ચોખવટ ?
ડુંગળીના ભાવમાં ભારે વધારો થવાની શરૂઆત થઈ ગઈ હતી અને માર્કેટમાં દેકારો બોલી ગયો હતો ત્યારે ફરી સરકાર એક્શનમાં આવી ગઈ હતી અને એવી જાહેરાત કરી હતી કે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ 31 માર્ચ સુધી લંબાવી દેવામાં આવ્યો છે. ભાવ વધવા દેવાશે નહીં.
બે દિવસ પહેલા ડુંગળીની નિકાસબંધી ઉઠાવી લેવામાં આવી છે તેવા અહેવાલો પ્રસારિત થયા બાદ ભાવ આકાશ તરફ જઈ રહ્યા હતા અને પ્રતિ ક્વિન્ટલ ભાવ રૂપિયા 1800 સુધી પહોંચી ગયો હતો. રિટેલ ભાવ પણ વધી ગયા હતા અને દેકારો બોલી ગયો હતો ત્યારે સરકારે ફરી એક્શનમાં આવીને પગલાં જાહેર કર્યા હતા અને કહ્યું હતું કે પ્રતિબંધ 31 માર્ચ સુધી ચાલુ જ રહેવાનો છે.
નિકાસ પ્રતિબંધ હટાવી લેવામાં આવી છે તેવા અહેવાલો બાદ સરકાર જાગી હતી અને ચોખવટ કરી હતી કે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ ચાલુ જ રાખવામાં આવ્યો છે અને ભાવમાં વધારો થાય નહીં તે માટે સરકારે તાબડતોબ જાહેરાત કરી હતી.
હવે ફરીવાર ડુંગળીના રિટેલ અને જથ્થાબંધ ભાવમાં ઘટાડો થઈ શકે છે અને લોકોને રાહત મળી શકે છે. ભાવ વધારાને પગલે લોકોમાં દેકારો બોલી ગયો હતો. કેન્દ્રના ગ્રાહક મંત્રાલયની વેબસાઇટમાં આ મુજબની ચોખવટ કરવામાં આવી હતી.