૨૪મીએ આગમન બાદ દ્વારકા-રાજકોટમાં વડાપ્રધાન મોદીના ભરચક્ક કાર્યક્રમ
સાડા ત્રણેક વાગ્યે રાજકોટ એઇમ્સ ખાતે આગમન બાદ પાંચેક વાગ્યાના અરસામાં રેસકોર્સમાં જાહેરસભા સહિતના એક કલાકના
કાર્યક્રમ, સાજે હિરાસર એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે
આગામી તા.૨૪ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જામનગર ખાતે આગમન અને જામનગરમા જ રાત્રી રોકાણ બાદ તા.૨૫મીએ દ્વારકા અને રાજકોટમા વડાપ્રધાનના ભરચક્ક કાર્યક્રમોને આખરી ઓપ આપવામા આવી રહ્યો છે ૨૫મીએ સવારથી સાજ સુધીના કાર્યક્રમો બાદ પીએમ રાજકોટ હિરાસર એરપોર્ટથી સીધા જ દિલ્હી જવા રવાના થનાર હોવાનુ જાણવા મળે છે.
વડાપ્રધાનના ગુજરાત પ્રવાસને લઈ ગુજરાત સરકાર અને તત્ર વાહકો તૈયારીમા લાગી ગયા છે. તા.૨૪ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દિલ્હીથી સાજે સીધા જ જામનગર આવશે જ્યા રાત્રી રોકાણ કર્યા બાદ વહેલી સવારે જામનગરથી સીધા જ બેટ દ્વારકા ખાતે હેલીકૉપટર મારફતે પહોંચી બેટ દ્વારકાના પૌરાણિક મદિર ખાતે પૂજા અર્ચના કરશે ત્યાર બાદ સવારે સિગ્નેચર બ્રીજનું લોકાર્પણ કરી હેલીકૉપટર મારફતે દ્વારકા જવા રવાના થશે.
દ્વારકા ખાતે આગમન બાદ દ્વારિકાધીશના દર્શન કરી બપોરે એકાદ વાગ્યાના અરસામા દ્વારકા જિલ્લાના વિવિધ પ્રોજેક્ટનુ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરી હેલીકૉપટર મારફતે રાજકોટ એઇમ્સ આવવા રવાના થશે.
દરમિયાન રાજકોટ એઇમ્સ ખાતે બનાવાયેલ ખાસ હેલિપેડ ખાતે બપોરે ત્રણેક વાગ્યાના અરસામા વડાપ્રધાનના આગમન બાદ એઈમ્સના નવા ૨૫૦ બેડના ઇન્દોર વિભાગનુ ઉદઘાટન કરી અદાજે અડધો કલાક જેટલા રોકાણ બાદ વડાપ્રધાન એઇમ્સ ખાતેથી હેલીકૉપટર મારફતે રાજકોટના જુના એરપોર્ટ ખાતે આગમન થશે અને જુના એરપોર્ટથી રેષકોર્ષ મેદાન સુધી ટૂકા રોડ શો બાદ વડાપ્રધાન મોદીના હસ્તે પાચેક હજાર કરોડથી વધુના ખાતમુહૂર્ત લોકાર્પણ બાદ તેઓ વિશાળ જનમેદનીને સબોધન કરી અદાજે એકાદ કલાકના કાર્યક્રમમા હાજારી આપી જુના એરપોર્ટથી સીધા જ તેઓ હિરાસર એરપોર્ટ જશે અને ત્યાથી વડાપ્રધાન મોદી દિલ્હી જવા રવાના થનાર હોવાનુ જાણવા મળે છે.