રાજકોટ ટેસ્ટમાં ડેબ્યુ કરનાર સરફરાઝ ખાન ‘કાશ્મીરી બ્યૂટી’ પર દિલ હારી બેઠો હતો
રાજકોટમાં ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી ટેસ્ટમાં ભારત તરફથી ડેબ્યૂ કરનાર સરફરાઝ ખાનની લવ સ્ટૉરી ઘણી રસપ્રદ છે. ‘કાશ્મીરી બ્યૂટી’ પર સરફરાઝ દિલ હારી બેઠો હતો.

સરફરાઝ ખાને ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રાજકોટમાં રમાયેલી ટેસ્ટમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. સરફરાઝના ડેબ્યૂ સાથે જ તેની પત્ની પણ ચર્ચામાં રહી હતી.
પત્ની રોમાના ઝહૂર સ્ટેન્ડ પરથી સરફરાઝને ફ્લાઈંગ કિસ કરતી જોવા મળી હતી. તો ચાલો જાણીએ કોણ છે સરફરાઝની પત્ની અને કેવી રીતે શરૂ થઈ તેમની લવ સ્ટોરી.
રોમાના ઝહૂર કાશ્મીરના શૉપિયા જિલ્લાની રહેવાસી છે. રિપોર્ટ્સ અનુસાર, રોમાના B.sc સ્ટૂડન્ટ છે. રિપોર્ટ્સ અનુસાર, સરફરાઝની બહેન પણ તે કોલેજમાં અભ્યાસ કરે છે જ્યાં રોમાના દિલ્હીમાં અભ્યાસ કરે છે અને બંને વચ્ચે સારી મિત્રતા છે.
સરફરાઝ અને રોમાનાની પહેલી મુલાકાત બહેને જ ગોઠવી હતી. સરફરાઝ પહેલી નજરમાં જ કાશ્મીરી સુંદરતા પર દિલ ગુમાવી બેઠો હતો. પહેલા બંને વચ્ચે મિત્રતા હતી જે ધીરે ધીરે પ્રેમમાં બદલાઈ ગઈ.
આ પછી સરફરાઝનો પરિવાર પ્રપોઝ લઈને રોમાનાના ઘરે પહોંચ્યો અને પછી બંને પરિવારની સહમતિથી લગ્ન થયા. સરફરાઝ ખાન અને રોમાના ઝહૂરે 6 ઓગસ્ટ 2023ના રોજ કાશ્મીરમાં લગ્ન કર્યા હતા.