રાજસ્થાનના બીકાનેરમાં ભયાનક કાર અકસ્માતમાં 5 ગુજરાતીઓના મોત..જુઓ
રાજસ્થાનનાં બિકાનેર પાસે હાઈ-વે ઉપર ટાવેરા કાર ટ્રક પાછળ ઘુસી ગઈ
મૃતકોમાં માંડવી સરકારી હોસ્પિટલનાં એમ.ઓ.નો પણ સમાવેશ
રાજસ્થાનના બિકાનેર જિલ્લામાં રાસીસર ગામ પાસે ભારતમાલા હાઈ-વે ઉપર આજે સવારે ટાવેરા અને રોડ ઉપર પાર્ક થઈને પડેલા ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ટાવેરા કારમાં બેઠેલા ભુજ અને માંડવીના રહીશ બે તબીબ દંપતિ અને એક દોઢ વર્ષની બાળકી એમ કુલ પાંચ લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યા હતા. આ ઘટનાની જાણ થતા બીકાનેરના એસ.પી.સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહોને નોખા ગામની બાગડી હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
મૃતકોમાં માંડવી સરકારી હોસ્પિટલમાં મેડીકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડો. હેતલ, તેમના પતિ ડો. પ્રતિક તથા તેમની દોઢ વર્ષની પુત્રી નાઈસા ઉપરાંત ભુજના જ કોમ્યુનીટી હેલ્થ ઓફિસર ડો. પૂજા કર્મકાસ્થા અને તેમના પતિ ડો. કર્મકૃષ્ણનો સમાવેશ થાય છે.
પોલીસ અધિક્ષક તેજસ્વિની ગૌતમે જણાવ્યું કે ટવેરામાં મુસાફરી કરી રહેલી બે મહિલાઓ, બે પુરૂષો અને એક બાળકના અકસ્માતમાં મોત થયા છે. વાસ્તવમાં, એક્સપ્રેસ વે પર ટાવેરા કાર સ્પીડમાં હતી અને ટ્રકની પાછળ જઈને અથડાઈ હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે ટવેરા સંપૂર્ણ રીતે ટ્રકની નીચે દબાઈ ગઈ હતી.
આ ટાવેરા કાર ( જી. જે. ૧૨ એફ.ડી. ૧૮૯૪ )લઈને આ પાંચેય ફરવા ગયા હતા અને રસ્તામાં આ દુર્ઘટનાનો શિકાર બન્યા હતા. સુત્રોના જણાવ્યા મુજબ તેઓ રજાઓ ગાળવા ગુજરાતથી કાશ્મીરના પહેલગાંવ ગયા હતા, તેઓ સ્કોર્પિયો કારમાં પરત ફરી રહ્યા હતા. બીકાનેરના નોખા જીલ્લામાં કાર હાઈવે પર ઉભેલી એક ટ્રકની પાછળ ઘુસી ગઈ હતી, અકસ્માત એટલો ભયાનક હતી કે સ્કોર્પિયો કારનો અડધાથી વધુ ભાગ ટ્રક નીચે ઘુસી ગયો હતો. ટ્રક ચાલકે ખુદ પોલીસને જાણ કરી હતી.
બિકાનેર જિલ્લાની નોખા પોલીસે જણાવ્યું કે તમામ લોકો ગંગાનગર થઈને ગુજરાત તરફ જઈ રહ્યા હતા. સ્કોર્પિયો કાર પૂરપાટ વેગે ભારત માલા રોડ પરથી પસાર થઈ રહી હતી. દરમિયાન, ડ્રાઈવરને ઊંઘની ઝપકી આવી જતા કાર આગળ ઉભેલી ટ્રક સાથે અથડાઈ હતી. કારને ટ્રકથી અલગ કરવા માટે ક્રેન બોલાવવી પડી હતી.
માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ક્રેનને બોલાવવામાં આવી હતી. ક્રેનની મદદથી ટ્રક અને ટવેરાને અલગ કરીને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો પણ ઉમટી પડ્યા હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે ટવેરા કારનો સંપૂર્ણ પણે ભુક્કો બોલી ગયો હતો.