જોહાનિસબર્ગમાં બંદૂકની અણીએ વેસ્ટ ઇન્ડિઝનો ખેલાડી લૂંટાયો
ઓલરાઉન્ડર એલન હોટેલની બહાર નીકળ્યો ત્યારે લૂંટારુંઓ ફોન અને બેગ છીનવી નાસી છૂટ્યા
જઅ૨૦ લીગમાં પાર્લ રોયલ્સ ફ્રેન્ચાઇઝી માટે રમવા ગયેલા વેસ્ટ ઇન્ડિઝના ઓલરાઉન્ડર ફેબિયન એલન સાથે હૃદયદ્રાવક ઘટના ઘટી હતી. તેની હોટલની બહાર લૂંટારુઓએ તેમને રોક્યા અને તેમની અંગત ચીજવસ્તુઓ બળજબરીથી લઈ ગયા. રિપોર્ટ મુજબ ફેબિયન એલનને હોટલની બહાર બંદૂકની અણી પર હુમલો કર્યો અને લૂંટી લીધો હતો.
વેસ્ટ ઈન્ડિઝનો ઓલરાઉન્ડર ફેબિયન એલન તાજેતરમાં જોહાનિસબર્ગમાં લૂંટનો શિકાર બન્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સશસ્ત્ર લૂંટારાઓએ તેને બંદૂકની અણી પર લૂંટ્યો અને તેનો ફોન અને બેગ છીનવી લીધી. હાલમાં દક્ષિણ આફ્રિકામાં ચાલી રહેલી ઝ૨૦ લીગમાં રમી રહેલા ૨૮ વર્ષીય જમૈકાના ખેલાડીને ટીમ હોટલની બહાર નિશાન બનાવાયો હતો. અહેવાલો અનુસાર, ફેબિયન સાથેની ઘટના, જે જઅ૨૦ લીગમાં પાર્લ રોયલ્સ ફ્રેન્ચાઇઝીનો ભાગ છે, સેન્ડટન સન હોટેલની બહાર બની હતી. લૂંટારુઓએ તેમને રોક્યા અને તેમની અંગત ચીજવસ્તુઓ બળજબરીથી લઈ ગયા. આ ઘટનાએ દક્ષિણ આફ્રિકાની ટી૨૦ લીગમાં રમી રહેલા ખેલાડીઓની સુરક્ષા પર સવાલો ઉભા કર્યા છે. જોકે, ઓલરાઉન્ડરને શારીરિક રીતે કોઈ નુકસાન થયું ન હતું. તે સંપૂર્ણપણે સુરક્ષિત છે. તે જ સમયે, દક્ષિણ આફ્રિકા ટી૨૦ લીગ અને ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝ સાથે સંબંધિત સૂત્રોએ પણ આ ઘટનાની પુષ્ટિ કરી