બંગાળમાં રાહુલ ગાંધી સાથે શું થયું ? જુઓ
- કાર સાથે કેવી ઘટના બની ?
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના ભારત જોડો ન્યાય યાત્રાના કાફલા પર પશ્ચિમ બંગાળના માલદામાં હુમલો થતા ચકચાર મચી ગઈ હતી. . આ હુમલો તેમની કાર પર આજે થયો હતો. ઘટના દરમિયાન વાહનના કાચ તૂટી ગયા હતા જો કે રાહુલને કોઈ ઇજા થઈ નહતી. પરંતુ આ હુમલો એવા સમયે થયો હતો જ્યારે ભારત જોડો ન્યાય યાત્રા બંગાળ પહોંચી હતી. પત્થરમારો થયા બાદ રાહુલ કારની નીચે ઉતરી ગયા હતા અને તૂટેલા ગ્લાસનું નિરીક્ષણ કરી રહ્યા હતા.
રાહુલ ગાંધીના કાફલાને પશ્ચિમ બંગાળના માલદામાં નિશાન બનાવવામાં આવ્યું હતું. સૂત્રો મુજબ કેટલાક અરાજકતાવાદી તત્વોએ આ હુમલો કર્યો હતો અને આ તત્વોને શાસક પક્ષ સાથે કથિત સંબંધો હોવાનું કહેવાય છે. જો કે આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. અધીરરંજન ચૌધરીએ એવો આરોપ મૂક્યો હતો કે હુમલા પાછળ ટીએમસીનો જ હાથ છે.
ન્યાય યાત્રા નિહાળવા માલદા જિલ્લાના લભા પુલ પાસે હજારોની ભીડ એકઠી થઈ હતી. રાહુલ ગાંધી બસમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. તેમના કાફલાના વાહન પરના હુમલામાં, કારની પાછળની વિન્ડશિલ્ડ તૂટી ગઈ હતી.
કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે, “માલદામાં સીએમ મમતા બેનર્જીની આજની રેલીમાં તમામ પોલીસકર્મીઓ વ્યસ્ત છે. માત્ર થોડા પોલીસકર્મીઓને આ સમારંભમાં માટે તહેનાત કરવામાં આવ્યા હતા.”
બિહારમાં કટિહારથી આગળ વધતા સવારે લગભગ 11:30 વાગ્યે રાહુલ ગાંધીના નેતૃત્ત્વવાળી ન્યાય યાત્રા માલદા થઈને પશ્ચિમ બંગાળમાં પ્રવેશી હતી. રાહુલ ગાંધી આ દરમિયાન કારની છત પર બેઠા હતા, જે શહેરના મુખ્ય માર્ગો પરથી ધીમે ધીમે પસાર થઈ રહી હતી.