બીજી ટેસ્ટમાંથી રવીન્દ્ર જાડેજા થઈ શકે બહાર
ભારતને ઈંગ્લેન્ડ વિરુદ્ધ હૈદરાબાદ ટેસ્ટમાં ૨૮ રને હારનો સામનો કરવો પડ્યો છે. હવે પડ્યા પર પાટું લાગ્યું હોય તેમ ૨ ફેબ્રુઆરીથી વિશાખાપટ્ટનમમાં શરૂ થનારી બીજી ટેસ્ટમાંથી રવીન્દ્ર જાડેજા બહાર થઈ શકે છે. રવીન્દ્ર જાડેજાની માંસપેશીઓ ખેંચાઈ ગઈ છે એટલા માટે તેનું રમવું શંકાસ્પદ છે. જાડેજા જો આ મેચ નહીં રમે તો ટીમને મોટો ઝટકો લાગી શકે છે. આવી સ્થિતિમાં ચાઈનામેન બોલર કુલદીપ યાદવને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરાય તેવી શક્યતા છે. જાડેજાની હૈદરાબાદ ટેસ્ટની બીજી ઈનિંગ દરમિયાન પગની માંસપેશીઓ ખેંચાઈ ગઈ હતી કેમ કે તેણે ઝડપથી રન લેવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ક્રિઝમાં પહોંચી ન શકવાને કારણે રનઆઉટ થયો હતો.