રાજકોટ ભાજપ ઇલેક્શન મોડમાં, જુઓ
લોકસભાની ચૂંટણીના મધ્યસ્થ કાર્યાલયનો પ્રારંભ: આર.સી. ફળદુ, ડો. ભરત બોઘરા, વજુભાઈ વાળા અને વિજય રૂપાણી સહિતના અનેક આગેવાનોની ઉપસ્થિતિ
લોકસભાની ચૂંટણી એપ્રિલ માસમાં યોજાવાની ધારણા છે પરંતુ ભાજપ અત્યારથી તૈયારીમાં લાગી ગયો છે. રાજકોટ ભાજપ તો ઈલેક્શન મોડમાં આવી ગયો છે અને ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન પણ કરી નાખ્યું છે.
આ કાર્યાલયનું ઉદઘાટન આર.સી. ફળદુ, વજુભાઈ વાળા, વિજયભાઈ રૂપાણી, ડો.ભરતભાઈ બોઘરા, પ્રકાશભાઈ સોની, મોહનભાઈ કુંડારીયા, કેશરીદેવસિહ ઝાલા,, દિપીકાબેન સરડવા, ડો.દર્શિતાબેન શાહ, મુકેશભાઈ દોશી, અશ્વિન મોલીયા, ડો.માધવ દવે, વિરેન્દ્રસિહ ઝાલા, હરેશભાઈ હેરભા, નરેન્દ્રસિહ ઝાલા, નયનાબેન પેઢડીયા, પ્રવિણાબેન રંગાણી, ડો.વલ્લભભાઈ કથીરીયા, ઉમેશ રાજયગુરૂ, બાવનજીભાઈ મેતલીયા સહિતના આગેવાનોની ઉપસ્થિતમાં કરવામાં આવ્યું હતું. આ તકે વજુભાઈ વાળાએ જણાવ્યું હતું કે જનસંધના સમયમાં ૧૯૬૭ માં એક માત્ર ચીમનભાઈ શુકલ ધારાસભ્ય તરીકે ચુંટાયા હતા અને ત્યારપછી ભાજપની લગાતાર જીત આજે દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદી આરૂઢ થયા છે ત્યારે જનસંધથી શરૂ થયેલી ભારતીય જનતા પાર્ટી વટવૃક્ષ બની છે.