હરિયાણાના પૂર્વ સીએમ હુડાની ઇડી દ્વારા પૂછપરછ
હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભુપિન્દરસિંહ હુડાના ઘરે ઈડીએ દરોડો પાડ્યો હતો અને એમની પૂછપરછ કરવામાં આવી હતી. ભૂમિ સંપાદન સાથે જોડાયેલા એક મામલામાં મનીલોન્ડરિંગનો એમના પર આરોપ મુકાયો હતો.
ઈડીએ કોંગ્રેસના આ નેતાની લાંબી પૂછપરછ કરી હતી અને શું રોલ રહ્યો છે તેની માહિતી મેળવી હતી. રૂપિયા 30 કરોડના 14 ઔધ્યોગિક પ્લોટની ફાળવણી કરવામાં આવી હતી અને તેમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હતો તેવો કેસ દાખલ થયેલો છે. આ બારામાં ઈડીએ કાર્યવાહી કરી હતી.