શેરબજારમાં છપ્પફાડ તેજી, સેન્સેક્સ 73,300 અને NIFTY 22,000ને પાર
શેરબજારમાં જોરદાર તેજીનો પવન ફૂંકાયો છે અને ફંડામેન્ટલ પરિબળોને આધારે બજાર સતત આગેકૂચ કરી રહ્યું છે. સેન્સેકસ ઇતિહાસમાં પહેલી વાર ૭૩૦૦૦ની ઉપર અને નિફ્ટી ૨૨,૦૦૦ની ઉપર પહોંચ્યો છે. કલોઝિંગ સમયે સેન્સેક્સ ૭૫૯ પોઈન્ટ વધીને ૭૩,૩૨૭ અને નિફ્ટી ૨૧૫ પોઈન્ટ વધીને ૨૨૧૧૦ ઉપર પહોચ્યો હતો.
નિષ્ણાતોના મતે હજુ તેજી યથાવત રહેશે. ખાસ કરીને કોર્પોરેટ પરિણામોએ રોકાણકારોને પ્રોત્સાહિત કર્યા છે. સ્મોલ અને મૂળ કેપ ને સ્થાને હવે બજારનું ફોકસ મોટા હેવિવેઇટ શેરો પર છે.
નિફ્ટી 50 એ સોમવારે 22,000નો આંકડો પાર કર્યો હતો, જે છેલ્લા ચાર ટ્રેડિંગ સેશનમાં છેલ્લા 450 પોઈન્ટનો ઉછાળો દર્શાવે છે. 8 ડિસેમ્બરે ઇન્ડેક્સ પહેલા 21,000ની સપાટીએ પહોંચ્યો હતો.