૨૨મીએ રાજકોટમાં લતે-લતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું પ્રસારણ
મહાપાલિકા દ્વારા વોર્ડવાઈઝ એલઈડી સ્ક્રીન મારફતે કાર્યક્રમ બતાવવાનું અદકેરું આયોજન
૨૨ જાન્યુઆરીને સોમવારે ભારત માટે અત્યંત ગૌરવનો દિવસ છે સાથે સાથે ભાવિકો આ ક્ષણની આતૂરતાથી રાહ જોઈ રહ્યા છે. ૨૨ જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરનો ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે ત્યારે આ મહોત્સવને રાજકોટના ભાવિકો આરામથી નિહાળી શકે તે માટે મહાપાલિકા દ્વારા કાબિલેદાદ આયોજન કરવામાં આવ્યું છે.
સોમવારે રાજકોટમાં લતે-લતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું પ્રસારણ થઈ શકે તે માટે વોર્ડવાઈઝ એલઈડી સ્ક્રીન ગોઠવવામાં આવશે. આ અંગે મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ સહિતનાએ જણાવ્યું કે રામ જન્મભૂમિ અયોધ્યા ખશતે નિર્માણ પામેલ રામ મંદિરનો પુન: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે ત્યારે આ મહોત્સવનું શહેરીજનો બહોળી સંખ્યામાં લાઈવ પ્રસારણ નિહાળી શકે તે માટે મહાપાલિકા દ્વારા આ આયોજન કરાયું છે.
આટલા વિસ્તારમાં થશે લાઈવ પ્રસારણ
વોર્ડ નં.૧ રામાપીર ચોકડી
વોર્ડ નં.૨ હનુમાન મઢી ચોક
વોર્ડ નં.૩ આંબલિયા હનુમાન
વોર્ડ નં.૪ મોરબી રોડ, જકાતનાકા
વોર્ડ નં.૫ બાલક હનુમાન
વોર્ડ નં.૬ જલગંગા ચોક, સંતકબીર રોડ
વોર્ડ નં.૭ ત્રિકોણબાગ
વોર્ડ નં.૮ સોજીત્રાનગર, પાણીના ટાંકા પાસે
વોર્ડ નં.૯ રાજ પેલેસ ચોક, સાધુ વાસવાણી રોડ
વોર્ડ નં.૧૦ પુષ્કરધામ મંદિર
વોર્ડ નં.૧૧ શિવમ પાર્ક ચોક
વોર્ડ નં.૧૨ પુનિતનગર ચોક
વોર્ડ નં.૧૩ સ્વામિનારાયણ ચોક
વોર્ડ નં.૧૪ પવનપુત્ર ચોક
વોર્ડ નં.૧૫ ચુનારાવાડ ચોક
વોર્ડ નં.૧૬ દેવપરા ચોક
વોર્ડ નં.૧૭ ત્રિશુલ ચોક
વોર્ડ નં.૧૮ ધારેશ્વર મહાદેવ, આસોપાલવ સોસાયટી