2024 વિષે વિશ્વ મૌસમ વિભાગે શું કરી આગાહી ? જુઓ
- લોકોએ કેવી રીતે સાવધ રહેવું પડશે ?
- શું કરશે અલ નીનો ?
આ વર્ષે અતિ ભયંકર ગરમી સહન કરવામાટે લોકોએ તૈયાર રહેવું પડશે. ગયા વર્ષને સૌથી ગરમ વર્ષ જાહેર કરાયું હતું પણ હવે તેનાથી પણ વધુ કાતિલ ગરમી 2024 માં પડવાની છે. યુએનના એક રિપોર્ટમાં આવી ચિંતાજનક આગાહી કરવામાં આવી છે. આમ પણ ગરમી દર વર્ષે વધતી જ રહી છે.
અહેવાલમાં એવો ઉલ્લેખ છે કે અલ નીનોને કારણે આ વર્ષે ગરમી રેકોર્ડ તોડવાની છે. સાથોસાથ જળવાયુ પરિવર્તન સામે મુકાબલો કરવા માટે ઉત્સર્જનમાં ભારે કાપ મૂકવાની પણ દુનિયાને અપીલ કરાઇ છે. સંયુક્ત રાષ્ટ્રના વિશ્વ મૌસમ વિજ્ઞાન સંઘ દ્વારા એવી માહિતી અપાઈ છે કે 2023 માં જૂન અને ડિસેમ્બર વચ્ચે દર મહિને તાપમાનના નવા રેકોર્ડ બન્યા હતા.
જો કે આ વર્ષે પણ ગ્લોબલ વોર્મિંગને લીધે અલ નીનો જેવી ઘટનાઓને કારણે આ જ પેટર્ન જારી રહેવાઈ સંભાવના છે. અલ નીનો એક મૌસમ સંબંધિત ઘટના છે. મધ્ય અને પૂર્વ પ્રશાંત સાગરમાં સમુદ્રનું તાપમાન સામાન્યથી અધિક થવા પર આ સ્થિતિ બને છે. તેની ઇફેક્ટને કારણે તાપમાન ખૂબ જ ગરમ થઈ જાય છે.
આમ થવાથી પશ્ચિમી પ્રશાંત ક્ષેત્રમાં રહેલું ગરમ સપાટીવાળું પાણી ભૂમધ્ય રેખાની સાથોસાથ પૂર્વ તરફ પણ વહેવા લાગે છે જેનાથી ભારતના મૌસમ પર ભારે અસર વર્તાય છે. આવી સ્થિતિમાં ભયાનક ગરમીનો સામનો કરવો પડે છે. સાથે દુષ્કાળ જેવી હાલત પણ બનવા લાગે છે. ત્યારબાદ પૂરી દુનિયા પર તેની અસર દેખાય છે.
નિષ્ણાતોએ એવી માહિતી પણ આપી છે કે અલ નીનો સામાન્ય રીતે દર બે કે સાત વર્ષોમાં પેદા થાય છે પણ જળવાયુ પરિવર્તનને કારણે તેની અવધિમાં વધારો થઈ જાય છે. આમ લોકોએ અત્યારથી જ તેની સામે લડવા માટે એટલે કે વધુ ગરમી સામે સાવધ રહેવું પડશે.