પશુ અને પક્ષીઓ માટે અનોખો સેવા યજ્ઞ ચલાવતા ડો.નેહલબેન કારાવદરા
પરિવારના સભ્યની જેમ ઘાયલ પશુ-પક્ષીને ઘરે આશરો આપી સારવાર અપાય છે: લમ્પી વાયરસ વખતે ગાય માટે દેશનો પ્રથમ
આઇસોલેશન વોર્ડ શરૂ કર્યો હતો
સોશ્યલ મીડિયા મારફત સેવાને વિસ્તારી
એનીમલ્સ’ નામે એક વર્ચ્યુઅલ ગ્રુપ પણ કાર્યરત છે. જેમા ૫૦૦ ઉપરાત સેવાભાવી સભ્યો સ્વૈચ્છિક રીતે મૂગા જીવોની સારવાર-ભોજન માટે ખુબ જ પ્રશસનીય કામગીરી કરી રહ્યા છે. તેઓએ ગૃપ ફોર બર્ડ એન્ડ એનીમલ નામનુ વોટસએપ ગૃપ શરૂ કરીને સવા બે વર્ષમા હજારો નવુ જીવન આપ્યુ છે. શહેર અને જિલ્લામા કયાય કોઈપણ ઈજાગ્રસ્ત પશુ – પક્ષી કે અન્ય જીવ દેખાય, બિમાર જીવ નજરે ચડે તો તે જીવનો ફોટો અને કઈ જગ્યાએ તે પડયુ છે, તેનુ લોકેશન તથા તેની આજુબાજુમા કોઈ વ્યક્તિ હાજર હોય તો તેના મોબાઈલ નબર ગૃપમા અવશ્ય શેર કરવા, આ વોટસઅપ ગૃપના ૫૦૦થી વધુ સભ્યો કયાય કોઈપણ જીવ તબીબી સારવાર માટે જરૂીયાતવાળુ જણાય તો તેની તસ્વીર સાથેની માહિતી શેર કરવામા આવે છે.

પોરબદર તેમજ આસપાસના ગામોમા અબોલ પશુ-પક્ષીના અનોખો સેવ યજ્ઞ ચલાવતા નેહલબેન કારાવદરાના આશ્રયમા અનેક અબોલ જીવો સારવાર લઈ નવજીવન મેળવી ચૂક્યા છે. ડૉ નેહલ કારાવદરા સરકારી શાળામા વિજ્ઞાનના શિક્ષક છે. તેઓ છેલ્લા ૧૨ વર્ષોથી જીવદયા ક્ષેત્રે વિવિધ કામગીરી કરી રહ્યા છે. બે વર્ષ પહેલા એમના ભાઈ ઉદય કારાવદરાનુ એક્સિડન્ટમા મૃત્યુ થયુ અને પછી એમણે ‘ઉદય કારાવદરા ચેરીટેબલ એન્ડ એનીમલ વેલ્ફર ટ્રસ્ટ’ની સ્થાપના કરી.

તેમના સેવા કાર્યની શરૂઆત ‘જેકી’ નામના એક કૂતરા થકી થઇ હતી. સીમાણી ગામે આવેલી સરકારી પ્રાથમિક શાળામા શિક્ષિકા તરીકે ફરજ બજાવતા નેહલબેન કારાવદરા અને તેમના સાથી શિક્ષિકા ઉર્વશીબેન ધામી એકાદ દાયકા પહેલા શાળાએ જતા હતા ત્યારે રોડ ઉપર એક પેરેલાઇઝ્ડ કૂતરુ જોઈને શિક્ષિકાઓનુ હૃદય દ્રવી ઉઠયુ હતુ.

સ્કુટરમા સાથે રહેલી પ્રાથમીક સારવારની કીટમાથી તેમણે આ ગલુડીયાની પ્રાથમીક સારવાર કરી અને ત્યારબાદ તેને વધારે સારી સારવાર આપવા માટે પોરબદર લાવ્યા હતા પરતુ એકપણ પશુ તબીબની સેવા ઉપલબ્ધ નહીં થતા નેહલબેન પોતાના જયુબેલી ખાતે આવેલા નિવાસસ્થાને લઈ આવ્યા અને તેને સપૂર્ણપણે સ્વસ્થ કર્યું હતુ. જેનુ નામ જેકી રાખ્યુ, જેકીની સારવાર થકી આ બનાવ માથી તેમને એવી પ્રેરણા મળી હતી કે, બિમાર માણસોની ઘણી હોસ્પિટલો છે પરતુ બીમાર પશુઓને નવજીવન આપવા માટે કોઈ સુવિધા નથી તેથી તેમના માટે કાઈક કરવુ જોઈએ.

ત્યારબાદ તેમના દ્વારા શરૂ થયેલા જીવદયાના આ સેવાયજ્ઞા દિવસ રાત જોયા વગર કામ કર્યું છે અને ડો. નેહલ કારાવદરાએ પોતાના ઘરને જ પશુ ઘર બનાવીને છેલ્લા દસ વર્ષથી બિમાર અને અકસ્માતનો ભોગ બનેલા મુગાજીવોનો પોતાના ઘરમા જ રાખીને તેની માવજત કરી રહ્યા છે. વર્તમાન સમયમા ટ્રસ્ટના શેલ્ટરમા ૭૦ થી વધુ કૂતરા, ૨૦ થી વધુ બિલાડીઓ અને ૮૦ થી વધુ
પક્ષીઓ જેમા કબુતર, ચકલી, કોયલ, કાબર, પોપટ, કાગડા ખીસકોલી અને ઉંદર સહીત પશુ પક્ષીઓ રહે છે. ટ્રસ્ટ દ્વારા કોરોના કાળમા તથા ચોમાસા દરમિયાન દરરોજ લગભગ એક હજારથી વધુ અબોલ જીવો માટે લોક સહયોગથી ભોજનની વ્યવસ્થા કરવામા આવી હતી. પશુધનમા જયારે લમ્પી રોગ ફેલાયો હતો તે સમયમા દેશનુ સૌ પ્રથમ આઇસોલેશન વોર્ડ શરૂ કરી ૫૫૦ લમ્પીગ્રસ્ત ગૌધનની સારવાર કરવામા આવી હતી.
અત્યાર સુધી ટ્રસ્ટ દ્વારા ૧૫૦૦૦ જેટલા અબોલ જીવોની સારવાર કરવામા આવી છે. સપૂર્ણપણે સ્વસ્થ થઈને નવુ જીવન પામ્યા છે. બને શિક્ષિકા વહેલી સવારે ઉઠીને તમામ જીવોને નવડાવવા, ભોજન આપવુ ,બીમારીની દવા કે પાટાપીંડી કરવા, પશુ તબીબના માર્ગદર્શન નીચે નીરીક્ષણ નીચે બાટલા ચડાવવા, ઈન્જેકશન આપવા ઘરમા જયા ત્યા શૌચક્રિયા કે લઘુશકા કરી હોય તેની સાફસફાઈ કરવી જેવા વિવિધ સેવાકાર્યોમા દિવસ વિતી જાય છે.
નિ:શુલ્ક ચાલતા સેવાયજ્ઞમા કોઈ પણ જોડાઈ શકે છે
ગૃપ ઓફ બર્ડસ એન્ડ એનીમલ્સમા એક સમાન ધ્યેય સાથે જોડાયેલા લોકો હોવાથી તેઓએ જીવોની સારવાર માટે દવા, ઈન્જેકશન, બાટલા વગેરે માટે કોઈની પાસે કયારેય હાથ લબાવ્યો નથી. ગૃપના સ્થાપક અને તેમનો પરિવાર ને મિત્રવર્તુળ આ ખર્ચ ભોગવે છે. ડૉ. નેહલ કારાવદરા એ પોરબદર અને તેની આસપાસના વિસ્તારોમા ઘણા લોકો ટ્રસ્ટને મદદરૂપ થઇ રહ્યા છે,જે કોઈ વ્યક્તિ ‘ઉદય કારાવદરા ચેરીટેબલ એન્ડ એનીમલ વેલ્ફેર ટ્રસ્ટ’ સાથે જોડાવા માગતા હોય તેઓને ડૉ. નેહલ કારાવદરા (મો. ૯૮૨૫૯ ૧૯૧૯૧) નો સપર્ક કરી શકે છે.