Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

મવડી મેઈન રોડ પર `વ્યવસ્થિત’ પાર્કિંગ શોધી આપનારને મળવું જોઈએ ઈનામ !!

Fri, January 5 2024

સ્ટાર સીનર્જી હોસ્પિટલ પાસે પોતાનું પાર્કિંગ નહીં હોવાથી દર્દીઓ તો ઠીક ડૉક્ટર સહિતનો સ્ટાફ પણ `જગ્યા મળે ત્યાં પાર્કિંગ’
કરીને જતો હોવાનો વેપારીઓ- લતાવાસીઓનો આક્ષેપ

રાજકોટમાં જેટલી ટ્રાફિક સમસ્યા મોઢું ફાડી રહી છે એટલી જ અને કદાચ તેના કરતા પણ વધુ પાર્કિંગની સમસ્યા વકરવા લાગી છે. આ પાછળ ખાસ કરીને મહાપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખાની આળસ' કહો કેઅણઆવડત’ અથવા તો જાણીજોઈને દાખવાઈ રહેલી લાપરવાહી જ જવાબદાર છે. શહેરના લગભગ દરેક વિસ્તારમાં અત્યારે ટ્રાફિક-પાર્કિંગની સમસ્યા જોવા મળી રહી છે ત્યારે મવડી મેઈન રોડ ઉપર તો સ્થિતિ એવી છે કે અહીં વ્યવસ્થિત વાહન પાર્ક કરવાની જગ્યા શોધી આપનારને મહાપાલિકાએ ઈનામ જાહેર કરવું પડશે !!

વોઈસ ઓફ ડે' દ્વારા આખા મવડી મેઈન રોડ પર રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. અંદાજ પ્રમાણે અહીં ૫૦૦ જેટલી દુકાનો સહિતના વ્યવસાયિક એકમો આવેલા છે તેમાંથી ૫૦% મતલબ કે ૨૫૦એ પાર્કિંગની જગ્યામાં કોઈને કોઈ દબાણ કરી લીધું છે !

આશ્ચર્યજનક વાત એ છે કે આ દબાણને સરકારી તંત્ર દરરોજ જોઈ રહ્યું છે પરંતુ કશી જ કાર્યવાહી કરવાનું તેને સૂઝી રહ્યું નથી. અહીં આવેલી અનેક દુકાનોએ પાર્કિંગની જગ્યામાં કપડાની પબ્લીસિટી કરતા સ્ટેચ્યુ (પુતળા) ગોઠવી રાખ્યા છે જેના કારણે વાહન તો પાર્ક થઈ શકતા નથી બલ્કે અહીંથી ચાલવું પણ મુશ્કેલ બની જાય છે.

આવું જ કંઈક અન્ય દુકાનો બહાર પણ જોવા મળ્યું જ્યાં પાર્કિંગની જગ્યા જ ન હોવાને કારણે વાહનો આડેધડ ખડકાઈ ગયા છે. દરમિયાન આ વિસ્તારના લતાવાસીઓ તેમજ દુકાનદારો સાથે વાતચીત કરવામાં આવતાં તેમણે રોષપૂર્વક જણાવ્યું કે મવડી મેઈન રોડ ઉપર કોરોનાકાળથી સ્ટાર સીનર્જી હોસ્પિટલ શરૂ થઈ છે જેની પાસે પોતાનું આગવું પાર્કિંગ છે જ નહીં !

અહીં દાખલ દર્દીઓના ખબર-અંતર પૂછવા આવનારા લોકો ગમે ત્યાં વાહન પાર્ક કરી દેતા હોવાથી હોસ્પિટલ આસપાસ આવેલી દુકાનોની હાલત કફોડી થઈ જવા પામી છે કેમ કે ગ્રાહકોએ વાહનો ટપી ટપીને દુકાન સુધી પહોંચવું પડી રહ્યું છે ! લોકોએ તો એવું પણ કહ્યું કે હોસ્પિટલના ડૉક્ટર તેમજ અન્ય સ્ટાફ હોસ્પિટલ આજુબાજુ અથવા પાછળની સાઈડ મકાનો સામે વાહનો મુકીને ચાલ્યા જતા હોવાથી લોકોએ મુશ્કેલી વેઠવી પડી છે. આ અંગેની રજૂઆતો અનેક વખત કરવામાં આવી છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી.

અત્રે મહત્ત્વની વાત એ પણ ગણવી રહી કે આ પ્રકારની અગવડ પડતી હોય તો જવાબદાર સામે કાર્યવાહી કરવાની સત્તા ટાઉન પ્લાનિંગ શાખા, દબાણ હટાવ શાખા સહિતના હાથમાં છે પરંતુ કમનસીબે તેમને આન્યુસન્સ’ દેખાઈ જ રહ્યું નથી. આટલું ઓછું હોય તેમ ટ્રાફિક પોલીસની ટોઈંગ વાહન પણ અહીં કેમ મૂંગી થઈ જતી હશે તે લોકોને સમજાઈ રહ્યું નથી.

`છાપરા-ઓટલા’ તોડ ઝુંબેશ બંધ થઈ’ને દબાણકર્તાઓને ભાવતું મળી ગયું !
મહાપાલિકા દ્વારા ક્યારે કઈ ઝુંબેશ શરૂ કરાય અને ક્યારે કઈ ઝુંબેશ બંધ કરી દેવાય તે કોઈ કલ્પી શકે તેમ નથી ! આવી જ એક ઝુંબેશ અગાઉ છાપરા-ઓટલા તોડવાની શરૂ કરાઈ હતી જે લાંબો સમય સુધી ચાલી હતી. જો કે અચાનક જ આ ઝુંબેશ બંધ કરી દેવામાં આવતાં દબાણ કરનારાઓને ભાવતું મળી ગયું હોય તેવી રીતે પાર્કિંગની જગ્યામાં મન પડે ત્યાં દબાણ ખડકી રહ્યા છે.

ખુદ મહાપાલિકાનો એકરાર: ૧ વર્ષમાં ૯૬ લોકોએ પાર્કિંગની જગ્યા દબાવી
મહાપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા પાસેથી સત્તાવાર રીતે જાણવા મળતી વિગતો પ્રમાણે ૧ જાન્યુઆરીથી ૩૧ ડિસેમ્બર-૨૦૨૩ દરમિયાન રાજકોટમાં ૯૬ લોકો એવા છે જેમણે પાર્કિંગની જગ્યા દબાવીને ત્યાં કોઈને કોઈ દબાણ ઉભું કરી લીધું છે. દાવા પ્રમાણે ૯૬માંથી ૮૯ ફરિયાદોનો ઉકેલ ટીપી શાખાએ લાવી દીધો છે મતલબ કે ૮૯ જગ્યાએથી દબાણ દૂર કર્યું છે જ્યારે ૭ હજુ પણ પેન્ડીંગ છે ત્યારે આ પ્રકારની કાર્યવાહી ટીપી શાખા દ્વારા નિયમિત કેમ ચલાવવામાં આવતી નથી તે પણ યક્ષપ્રશ્ન છે.

Share Article

Other Articles

Previous

એક હારથી થાકી જશો તો સફળતા ક્યારેય નહિ મળે

Next

જુઓ બજારમાં પતંગની કઈ વેરાયટી નવી આવી….

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
શુભાંશુ શુક્લાની અવકાશ ઉડાન મુલતવી : Axiom-4 મિશન ત્રીજી વખત મોકૂફ, આ તારીખે થશે લોન્ચિંગ, જાણો શું છે કારણ
36 મિનિટutes પહેલા
બેંગલુરુમા બે સંતાનની માતા સાથે અફેર બાદ બ્રેકઅપ થતા હોટલમાં છરીના 17 ઘા મારી યુવકે પરીણીતાને રહેસી નાખી
1 કલાક પહેલા
ઓડિશામાં દુષ્કર્મનો શિકાર બનેલી 10 મહિલાઓએ ભેગી થઈને 60 વર્ષના આરોપીને જીવતો સળગાવી નાખ્યો
1 કલાક પહેલા
દેશને ટૂંક સમયમાં જ મળશે નવી સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ, ₹30 હજાર કરોડનો સોદો
1 કલાક પહેલા
Categories

નેશનલ

2172 Posts

Related Posts

કેજરીવાલને રાજનાથનો જવાબ : ૨૦૨૪ જ નહી ૨૦૨૯માં પણ મોદી જ બનશે વડાપ્રધાન
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ટ્રમ્પની ટેરિફ ધમકીની શેરબજાર પર કોઈ અસર નહીં : સેન્સેક્સમાં 570 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટીમાં પણ તેજી
બ્રેકિંગ ન્યૂઝ
3 મહિના પહેલા
રાજુલાના કોવાયા ગામમાં મોડી રાત્રે ત્રણ સિંહ આંટા મારતા દેખાયા : જુઓ વિડિયો
રાજકોટ
1 વર્ષ પહેલા
ઈન્ફોસિસના સહસ્થાપક શું આવ્યા વિવાદમાં ? શું છે મામલો ? જુઓ
ઇન્ટરનેશનલ
4 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર