Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
હેલ્થ

દર્દીને ICUમાં ક્યારે દાખલ કરાય, ક્યારે બહાર લવાય?

Tue, January 2 2024

-સરકારે પહેલી વખત ગાઈડલાઈન બનાવી
-દર્દીને ICUમાં દાખલ કરવા અંગે ઘણી વખત તકરાર થાય છે
-ભારતમાં પેશન્ટની કુલ સંખ્યા સામે ICUની બહુ અછત છે
-ખોટી રીતે દર્દીને ICUમાં રાખવામાં ન આવે તે માટે પ્રયાસ થશે

ભારતમાં કોઈ પણ પેશન્ટને હોસ્પિટલના ICUમાં ક્યારે દાખલ કરવા તે અંગે કોઈ સચોટ નિયમો નથી. તેના કારણે દર્દીઓ અને ડોક્ટરો વચ્ચે ઘર્ષણ થતું હોય છે. ઘણી વખત પેશન્ટના સગાઓને લાગે છે કે હોસ્પિટલોએ તેમની પાસેથી રૂપિયા લૂંટવા માટે દર્દીને ICUમાં એડમિટ કરી દીધા છે. આ સમસ્યાના ઉકેલ માટે સરકારે હવે ICU અંગે પહેલી વખત ગાઈડલાઈન તૈયાર કરી છે. તેમાં સ્પષ્ટ જણાવાયું છે કે દર્દીને ક્યારે ICUમાં દાખલ કરવાની જરૂર નથી અને ક્યારે ICUમાં એડમિટ કરવા જોઈએ. ક્રિટિકલ કેર મેડિસિનમાં વર્ષોનો અનુભવ ધરાવતા 24 એક્સપર્ટની કમિટી દ્વારા ICUમાં પેશન્ટને દાખલ કરવા અંગે માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે.

કોને ICUમાં દાખલ કરવા?
નવી ગાઈડલાઈન પ્રમાણે અત્યંત ગંભીર બીમારી કે મેડિકલ કંડિશન જે વધુ કથળે તેવી શક્યતા હોય, પોસ્ટ સર્જરી કેસિસ, અથવા મહત્ત્વની ઈન્ટ્રાઓપરેટિવ કોમ્પલિકેશન વખતે દર્દીને ICUમાં દાખલ કરવામાં આવશે. જે પેશન્ટને ICU કેર ન લેવાની સલાહ હોય, જેમણે સામેથી ICUમાં દાખલ થવાનો ઈનકાર કર્યો હોય, જેઓ ટ્રીટમેન્ટ લિમિટેશન પ્લાન પર હોય તથા ટર્મિનલ બીમારી હોય તેમને ICUના લિસ્ટમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.

આ માર્ગદર્શિકા બનાવવામાં સામેલ એક એક્સપર્ટ ડો. આર કે મણિએ જણાવ્યું કે ભારતમાં ICU બહુ લિમિટેડ પ્રમાણમાં ઉપલબ્ધ રિસોર્સ છે. અમે એટલા માટે ભલામણો કરી છે જેથી સમજી વિચારીને ICUનો ઉપયોગ કરવામાં આવે. જેમને ICUની ખાસ જરૂર હોય તેમને પ્રાથમિકતા અપાય તે માટે માર્ગદર્શિકા ઘડવામાં આવી છે.

ઈન્ડિયન કોલેજ ઓફ ક્રિટિકલ કેર મેડિસિનના સેક્રેટરી ડો. સુમિત રેએ જણાવ્યું કે આ માર્ગદર્શિકા માત્ર સૂચના માટે છે. તે કોઈને બંધનકર્તા નથી. ICUના એડમિશન અને ડિસ્ચાર્જના નિયમો ઘણા વિશાળ છે અને તેમાં ઘણો બધો આધાર સારવાર કરનાર ડોક્ટર પર રહેલો છે. મોટા ભાગના આધુનિક દેશોમાં દર્દીને ICUમાં ક્યારે મોકવા તે અંગે પ્રોટોકોલ નક્કી કરવામાં આવ્યા હોય છે જેથી જરૂરિયાત ધરાવતા લોકો માટે ICUની અછત પેદા ન થાય.

ભારતમાં ICUની ગંભીર અછત
ભારતમાં હાલમાં લગભગ એક લાખ ICU બેડ છે જેમાંથી મોટા ભાગની પ્રાઈવેટ હોસ્પિટલોમાં અને તે પણ મોટા શહેરોમાં છે. નિષ્ણાતોએ જણાવ્યું કે જે ગરીબ લોકોને પ્રાઈવેટ હોસ્પિટલોનો ખર્ચ પોસાતો નથી તેમની હાલત ખરાબ થઈ જાય છે. તેમને ઘણી વખત તો ICU બેડ મળતી જ નથી. મોટી આફતની સ્થિતિમાં ICU બેડની ફાળવણી પ્રાથમિકતાના આધારે થાય તે જરૂરી છે. પરંતુ સામાન્ય રીતે સરકારે એવા પ્રયાસ કરવા જોઈએ કે બધા લોકોને ક્રિટિકલ કેર મળી રહે.

ICUમાં દાખલ થવું એ બહુ ખર્ચાળ સાબિત થતું હોય છે. જનરલ વોર્ડ કરતા ICUનો ચાર્જ પાંચથી 10 ગણો વધારે હોય છે. આ ઉપરાં, ઘણી વખત લોકોને ICUમાં એડમિટ થવાની જરૂર ન હોય છતાં તેમને દાખલ કરવામાં આવતા હોવાની ફરિયાદો મળી છે.

આ ગાઈડલાઈનમાં જણાવાયું છે કે દર્દીની ફિજિયોલોજિકલ પરિસ્થિતિ નોર્મલ થઈ જાય અથવા બેઝલાઈન સ્ટેટસ પર આવી જાય તો તેને ICUમાંથી બહાર કાઢી લેવા જોઈએ. દર્દીના સગાઓ પણ ટ્રીટમેન્ટને લિમિટેડ કરવા માંગતા હોય અને પીડા ઘટાડવા માગતા હોય તો દર્દીને ICUમાંથી બહાર લાવવા જોઈએ.

Share Article

Other Articles

Previous

કસરત કરવાથી થાકી જવાય છે અને ફીટ પણ રહેવું છે ? તો આ છે ઉપાય

Next

વોર્નરે સૌને ચોંકાવ્યા: ટેસ્ટની સાથે વન-ડેમાં લીધો સંન્યાસ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
અમદાવાદ વિમાન દુર્ઘટનાના સ્થળે સ્મારક બનાવવા વિચારણા : મેડીકલ કોલેજની હોસ્ટેલ બીજી જગ્યાએ ફેરવાશે
13 કલાક પહેલા
હવે બાઈકમાં પણ કાર જેવી જ એન્ટી લોક-બ્રેકીંગ સિસ્ટમ ફરજિયાત : 1લી જાન્યુઆરી 2026થી લાગુ થશે નવા નિયમ
13 કલાક પહેલા
ઘોર બેદરકારી: ઉડયન સુરક્ષા માટે ફાળવ્યું માત્ર 35 કરોડનું જ ભંડોળ, અમદાવાદની દુર્ઘટના પહેલા સંસદીય સમિતિએ ચિંતા દર્શાવી’તી
13 કલાક પહેલા
જયરાજસિંહ, પુત્ર ગણેશ સહિત 28 સામે ગોંડલ કોર્ટમાં ફરિયાદ : રાજકોટ DCP, ગોંડલ DySP, 6 PI સામે સગીરાના આરોપ
13 કલાક પહેલા
Categories

નેશનલ

2205 Posts

Related Posts

એ રાતે ભોપાલની હવામાં ઝેર ભળ્યું હતું… તંત્ર હંમેશા બેજવાબદાર જ રહેશે ?
ગુજરાત
1 વર્ષ પહેલા
કોણ છે એ એથ્લેટ કે જેનો 125 વર્ષ જૂનો રેકોર્ડ ‘પિસ્તોલ ક્વીન’ મનુ ભાકરે તોડ્યો ?
ટ્રેન્ડિંગ
11 મહિના પહેલા
બ્રોન્ઝ મેડલ વિજેતા અમન સેહરાવતે 10 કલાકમાં ઘટાડ્યું 4.6 કિલો વજન…. ઓલિમ્પિકમાં મેડલ જીતનાર સૌથી યુવા ભારતીય બન્યો
ટૉપ ન્યૂઝ
11 મહિના પહેલા
માવઠાનું ટ્રેલર ! દિવસભર ધુમ્મસ વચ્ચે પારો ઉંચકાયો
રાજકોટ
6 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર