રામ મંદિર અંગે રાજદ અને કોંગ્રેસે શું કહ્યું ? જુઓ
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. આ પહેલા રાજકારણ અને વિવાદિત નિવેદનો થઈ રહ્યા છે. કોંગ્રેસ અને રાજદ દ્વારા મંદિર અંગે વિવાદિત હરકતો કરવામાં આવી છે. બિહારની રાજધાની પટનામાં રાષ્ટ્રીય જનતા દળે એક પોસ્ટર લગાવ્યું છે, જેમાં મંદિરને માનસિક ગુલામીનો માર્ગ બતાવવામાં આવ્યો છે. એ જ રીતે કોંગ્રેસના નેતા ઉદિત રાજે મંદિર અંગે મનુવાદ પાછો આવે છે તેમ કહીને વિવાદ જગાવ્યો હતો.
લાલુ-રાબડી દેવીના ઘરની બહાર ઘણાં પોસ્ટરો લાગ્યા છે. જેમાં મંદિર અને શિક્ષણ વચ્ચે સરખામણી કરવામાં આવી છે. આ પોસ્ટરમાં એક તરફ લાલુ પ્રસાદ યાદવ અને રાબડી દેવ છે તો બીજી તરફ બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવની તસવીર છે. ઉપરના ભાગમાં ભગવાન બુદ્ધ, સમ્રાટ અશોક, સાવિત્રી બાઈ ફુલે સહિત અન્ય લોકોની તસવીર છે.
આ પોસ્ટરમાં લખ્યું છે કે, “મંદિર માનસિક ગુલામીનો માર્ગ અને શાળા જીવનમાં પ્રકાશનો માર્ગ છે. જ્યારે મંદિરની ઘંટડી વાગે છે ત્યારે સંદેશ આપે છે કે, આપણે અંધશ્રદ્ધા, પાખંડ, મૂર્ખતા અને અજ્ઞાનતા તરફ આગળ વધી રહ્યા છે. જ્યારે શાળાની ઘંટડી વાગે છે ત્યારે આપણને તર્ક પૂર્ણ જ્ઞાન, વૈજ્ઞાનિકતા તથા પ્રકાશ તરફ આગળ વધવા સંદેશ મળે છે. હવે નક્કી કરો કે તમારે કઈ દિશામાં જવું છે: સાવિત્રી બાઈ ફુલે” કોંગ્રેસના નેતા ઉદિત રાજે ટ્વીટ કરીને વિવાદ જગાવ્યો હતો. જે કોંગ્રેસને ભારે પડી શકે છે.
