કાશ્મીરમાં કેવા સખત પગલાં લેવાયા ? વાંચો
- કોની સામે પ્રતિબંધ મુકાયો ?
- કોણ છે ભારતના દુશ્મન ?
જમ્મુ કાશ્મીરમાં અલગતાવાદી વિચારધારા સામે મોદી સરકારના મોટા અને સખત પગલાં ચાલુ જ રહ્યા છે અને તેના ભાગરૂપે કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરની તરીક એ હુર્રિયત નામની સંસ્થાને ગેરકાયદે સંગઠન જાહેર કર્યું હતું અને તેને આતંકી સંગઠન ગણાવ્યું હતું.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સરકારના આ પગલાંની જાણકારી ટ્વીટ દ્વારા આપી હતી. સરકારે કહ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી આ સંગઠન અલગતાવાદી વિચારધારાને ઉત્તેજન આપી રહ્યું હતું. કાશ્મીરમાં તેની પ્રવૃત્તિ ઘણા સમયથી ચાલી રહી હતી અને આ દિશામાં તપાસ ચાલુ જ રાખવામાં આવી હતી.
અમિત શાહે એવી જાણકારી આપી હતી કે અમે આ સંગઠનને યુએપીએ હેઠળ ગેરકાયદે સંગઠન જાહેર કર્યું છે. કશ્મીરને ભારતથી અલગ કરવા તેમજ ઈસ્લામિક શાસન સ્થાપિત કરવા જેવી પ્રવૃત્તિઓમાં તે શામેલ રહ્યું છે. સંગઠન દ્વારા સતત ભારત વિરોધી પ્રચાર કરવામાં આવી રહ્યો હતો.
પરંતુ વડાપ્રધાનની આતંકવાદ અંગે ઝીરો ટોલરન્સની નીતિના ભાગરૂપે સરકાર સખત પગલાં લઈ રહી છે અને આવા ભારત વિરોધી સંગઠનો સામે એક્શન લેવામાં આવી રહ્યા છે. આતંકના કોઈ પણ પ્રયાસને વિફળ બનાવવા માટે સરકાર જાગૃત છે.