ગાંધીનગર આસપાસનાં ક્યાં -ક્યાં ગામનો ગિફ્ટ સિટીમાં સમાવેશ કરાશે વાંચો
- 122 એકર વિસ્તાર વધશે
- મીની એરપોર્ટ અને ફાઈવ સ્ટાર હોટેલો પણ બનશે
ગિફ્ટ સીટીમાં દારૂને લીલી ઝંડી મળ્યા બાદ તેની સતત ચર્ચા થઇ રહી છે એવામાં ગિફ્ટ સિટીના વિકાસ માટે વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગાંધીનગરના આ ગિફ્ટ સિટીનું વિસ્તરણ કરવા માટે અને વધુ વિકાસ માટે આ સિટીમાં ગાંધીનગરના 4 તાલુકાને સમાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
હાલમાં ગીફ્ટ સિટીનો કુલ વિસ્તાર ૩૫ એકર છે પણ હવે તેમાં આસપાસના ચાર ગામોની કુલ 122 એકર જમીની વિસ્તાર ગિફ્ટ સિટીની અંદર આવરી લેવામાં આવશે. આથી આગામી દિવસોમાં ગિફ્ટ સિટીનો વિસ્તાર વધીને 157 એકર થઇ જશે. વિસ્તારને વધારવા માટે ગાંધીનગર તાલુકાના ચાર ગામનો ગિફ્ટ સિટીમાં કરવામાં આવે તેવી માહિતી સૂત્રો દ્રારા મળી છે. શાહપુર, ડભોડા, લવારપુર અને વલાદ ગામ ગિફ્ટ સિટીમાં ભેળવવામાં આવી શકે છે. સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ અહીં ગિફ્ટ સિટીની અંદર મિની એરપોર્ટનું પણ નિર્માણ કરવામાં આવશે, ઉપરાંત ગિફ્ટ સિટીની અંદર ચારથી છ ફાઈવ સ્ટાર હોટલ બનશે.