અલ સાલ્વાડોરની વિદેશીઓને કરી અનોખી ઑફર
મધ્ય અમેરિકાના દેશ અલ સાલ્વાડોરે ક્રિપ્ટો કરન્સી બિટકોઈનમાં દાન આપનાર અને રોકાણ કરનાર વિદેશીઓને નાગરિકત્વ આપવાનો નિર્ણય જાહેર કર્યો હતો.નોંધનીય છે કે અલ સાલ્વાડોરે બિટકોઇનને કાયદેસરના ચલણ તરીકે માન્યતા આપી છે.
દેશની આર્થિક અને સામાજિક યોજનાઓમાં બિટકોઇન દ્વારા દાન આપનાર વિદેશી નાગરિકોને આ લાભ મળશે.આ અગાઉ અલ સાલ્વાડોર દ્વારા બિટકોઇન માં એક મિલિયન ડોલરનું રોકાણ વિદેશી નાગરિકો માટે ‘ ફ્રીડમ વિઝા ‘ યોજના પણ લાગુ કરવામાં આવી હતી અને હવે બિટકોઇન રોકાણકારો માટે નાગરિકત્વના દ્વાર પણ ખોલી નાખવામાં આવ્યા છે.સરકારે આ અંગે હજુ સતાવાર ઘોષણા નથી કરી પણ સરકારના ઉચ્ચ પદાધિકારીઓએ સોશિયલ મીડિયા ના માધ્યમથી આ જાણકારી આપી હતી અને હવે નજીકના ભવિષ્યમાં જ તેની સતાવાર જાહેરાત કરવામાં આવશે તેવા નિર્દેશ આપ્યા હતા.
આર્જેન્ટિનામાં બિટકોઇનને આંશિક સ્વીકૃતિ
ક્રિપ્ટો કરન્સી અંગે વિશ્વના અનેક દેશોએ કડક કાયદા લાગુ કર્યા છે તેની વચ્ચે પણ એ કરન્સી અને ખાસ કરીને બિટકોઇન ની સ્વીકૃતિ વધતી જાય છે.આર્જેન્ટિનાએ પણ ચોક્કસ શરતોને આધીન રહીને વ્યાયસાયિક કરારો અને સોદાઓનું બિટકોઇન દ્વારા સેટલમેન્ટ કરવાની મંજૂરી આપી છે. આર્થિક સુધારા ઝુંબેશ અંતર્ગત આ મંજૂરી આપી હોવાનું સરકારે જાહેર કર્યું હતું.
સોના કરતાં પણ વધારે વળતર,તેજીનો દૌર શરું.
બિટકોઈને સોના કરતાં છ ગણું વધારે વળતર આપ્યું છે.છેલ્લા દશ વર્ષ દરમિયાન આ ક્રીપ્ટો કરન્સીમાં 47 ટકાનો વૃદ્ધિદર નોંધાયો છે અને તે ડોલર કરતા પણ વધારે છે.જો કે બિટકોઈનની કિંમતના અસ્થિરપણાને કારણે તેના ભાવિ વૃદ્ધિદર અંગે મૂંઝવણની સ્થિતિ પ્રવર્તે છે.એક સમયે એક બિટકોઇન ની કિંમત 75 લાખ ડોલર કરતાં વધારે હતી તે ગબડી ને 24 લાખ ડોલર થઈ ગઈ હતી.વિશ્વની તમામ નાણાકીય સંસ્થાઓએ તેના સર્વાંગી પતન ની આગાહી કરી હતી તે પછી હવે ફરી તેમાં તેજીનો દૌર શરૂ થયો છે.શુક્રવારે તેનો ભાવ 44 લાખ ડોલરને વળોટી ગયો હતો.આવતા પખવાડિયામાં ભાવ 48 લાખ ડોલર સુધી પહોચવાની કેટલાક તજજ્ઞો આગાહી કરી રહ્યા છે.