ધરપકડથી બચવા દાઉદ ઇબ્રાહિમે પોતાના કેટલા બોગસ નામ રાખ્યા ? વાંચો
દુનિયાભરમાં માફિયા ડોન પોલીસ અને તપાસ એજન્સીઓ તથા ગુપ્તચરોને અવળે માર્ગે દોરવા અને એમની આંખોમાં ધૂળ નાખવા માટે પોતાના અનેક બોગસ નામ રાખતા હોય છે. વ જ રીતે દાઉદ ઈબ્રાહીમ દ્વારા પણ આજ રીતરસમ અપનાવાઈ છે અને તેણે પોતાના ૨૨ બોગસ નામ રાખ્યા છે.
ધરપકડથી બચવા માટે દાઉદે પોતાના નામ ઇકબાલ શેઠ, એજિઝ દિલીપ અને બડા પટેલ વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત દાઉદ મેમણ અને દાઉદ હસન સહિતના ૨૨ નામ તેણે રાખ્યા હતા. જમાત ઉદ દાવાના આતંકી ગુરુ હાફિઝ સઇદે પણ પોતાના ૯ ખોટા નામ રાખેલા છે.
દાઉદ સહિતના માફિયાઓના નામે અનેક પાસપોર્ટ પણ બની જાય છે. દાઉદ અને અન્ય આતંકીઓના નામે અનેક પાસપોર્ટ બનેલા હોવાનું બહાર આવ્યું હતું અને ત્યારબાદ એજન્સીઓએ ખરાઈ પણ કરી હતી.