સંસદ એટેકના આરોપીઓની બીજી શું યોજના હતી ?
શું કરી કબૂલાત ?
- શું કરી કબૂલાત ?
- ૬ઠો આરોપી કોણ પકડાયો ?
સંસદની સુરક્ષાના ચૂક મામલામાં દીલ્હી પોલીસ તપાસ આગળ ચાલાવી રહી છે અને તે દરમિયાન નવો ખુલાસો થયો છે જે મુજબ આરોપીઓએ સ્મોક એટેક ઉપરાંત પ્લાન બી પણ તૈયાર રાખ્યો હતો અને આત્મદાહ કરી લેવાની યોજના પણ બનાવી હતી.
આ ઉપરાંત પોતાની વાત સાથે પત્રિકાઓ વહેંચવાની પણ એમની યોજના હતી. આ બધા પ્લાન પર એમણે વિચાર કર્યો હતો તેમ એક અધિકારીએ જણાવ્યું હતું. બનાવની તપાસ કરી રહેલી સ્પેશ્યલ સેલ દ્વારા હવે ભાજપના સાંસદ પ્રતાપસિંહાનુ નિવેદન પણ લેવામાં આવશે.
દરમિયાનમાં પોલીસે આ બારામાં મહેશ કુમાવત નામના વધુ એક આરોપીની ધરલકડ કરી હતી. પોલીસ તેની પૂછપરછ કરી રહી છે. મહેશ પણ આરોપીઓ સાથે આ યોજનામાં શામેલ હતો અને પોલીસ તેને શોધી રહી હતી. આમ અત્યાર સુધીમાં ૬ આરોપી પકડાઈ ચૂક્યા છે.
આ બધા આરોપીઓની યોજના એવી હતી કે ગમે તેમ કરીને સરકાર સુધી પોતાની વાત પહોંચાડવી છે. જરૂર પાડીએ આત્મ દાહ કરી લેવાનો પણ બધાનો વિચાર હતો. આરોપીઓ ધીમે ધીમે બધી કબૂલાત કરી રહ્યા છે.