ભારતને ટક્કર આપવા આયર્લેન્ડની ટીમમાં બબ્બે ઑલરાઉન્ડરની વાપસી
18 ઑગસ્ટથી શરૂ થનારી ત્રણ મેચની ટી-20 શ્રેણી માટે આયર્લેન્ડની ટીમ જાહેર: વિન્ડિઝ પ્રવાસ પૂર્ણ કરીને ટીમ ઈન્ડિયા આયર્લેન્ડ પહોંચશે
નવીદિલ્હી, તા.5
આયર્લેન્ડે આ મહિનાના અંતમાં ભારત વિરુદ્ધ રમાનારી ત્રણ મેચની ટી-20 શ્રેણી માટે પોતાના 15 ખેલાડીઓની ટીમ જાહેર કરી છે જેમાં ઑલરાઉન્ડર ફિઓન હેન્ડ અને ગૈરેથ ડેલાનીની વાપસી થઈ છે. વિન્ડિઝ પ્રવાસ પૂર્ણ થયા બાદ ટીમ ઈન્ડિયા આ ટૂંકી શ્રેણી માટે આયર્લેન્ડનો પ્રવાસ કરશે. ટીમ અત્યારે વિન્ડિઝ વિરુદ્ધ પાંચ મેચની ટી-20 શ્રેણી રમી રહી છે.
ભારત-આયર્લેન્ડ વચ્ચે 18, 20 અને 23 ઑગસ્ટે માલાહાઈડમાં ત્રર ટી-20 મેચ રમાશે. પૉલ સ્ટર્લિંગ આયર્લેન્ડનો કેપ્ટન હશે. ટીમના મહત્તમ ખેલાડી એ ટીમનો હિસ્સો છે જેમણે પાછલા સપ્તાહે 2024 આઈસીસી પુરુષ ટી-20 વર્લ્ડકપ માટે સફળતાપૂર્વક ક્વોલિફાય કર્યું છે.
આ ઉપરાંત પસંદગીકારોએ ઑલરાઉન્ડર ફિઓન હેન્ડને ટીમમાંપરત બોલાવ્યો છે તો ગેરેથ ડેલાની પોતાના કાંડાની ઈજામાંથી બહાર આવી ગયો છે. ડેલાનીને જૂનમાં ઝીમ્બાબ્વે પ્રવાસ દરમિયાન ઈજા પહોંચી હતી.
આયર્લેન્ડ ટીમ
પૉલ સ્ટર્લિંગ (કેપ્ટન), એન્ડ્રુ બાલબર્ની, માર્ક અડાયર, રૉસ અડાયર, કર્ટિસ કેમ્પર, ગેરેથ ડેલાની, જ્યોર્જ ડૉકરેલ, ફિઓન હેન્ડ, જોશ લિટિલ, બેરી મેક્કાર્થી, હેરી ટેક્ટર, લોર્કન ટકર, થિયો વૈન વોર્કોમ, બેન વ્હાઈટ, ક્રેગ યંગ
ભારતીય ટીમ
જસપ્રિત બુમરાહ (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ (વાઈસ કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, તીલક વર્મા, રિન્કુ સિંહ, સંજુ સેમસન (વિકેટકિપર), જીતેશ શર્મા (વિકેટકિપર), શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, શાહબાઝ અહમદ, રવિ બિશ્ર્નોઈ, પ્રસિદ્ધ કૃષ્ણા, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર, આવેશ ખાન