પડધરીના ખોખરી ગામે જમાઈએ સાસુને ફોન કરી ને કહ્યું ” તમારી દીકરીને મારીને દાટી દીધી છે ગોતી લેજો “
પડધરીના ખોખરી ગામે પતિના હાથે પત્નીની હત્યા
મૂળ એમ.પીનો શ્રમિક પરિવાર દોઢ વર્ષથી ખોખરી ગામે ભાગ્યું રાખીને કામ કરતા હતા : અઠવાડિયા પૂર્વે વાડી માલિક પાસેથી યુવકે પૈસા લઈ પત્નીને મોતને ઘાટ ઉતારી બાળકોને લઈ ભાગી ગયો
હત્યારાના કાકાની પણ સંડોવણી હોવાથી પડધરી પોલીસે તેને સકંજામાં લઈ પૂછપરછ હાથધરી
રાજકોટ જિલ્લામાં ગુનાખોરીનો ગ્રાફ સતત વધી રહ્યો છે. ત્યારે પડધરી ના ખોખરી ગામે હત્યાની ઘટના સામે આવી છે. જેમાં મૂળ એમ.પીનો શ્રમિક પરિવાર કનકસિંહ જાડેજાની વાડીએ ભાગ્યું રાખીને છેલ્લા દોઢ વર્ષથી રહેતું હતું.જેમાં યુવક દ્વારા એક અઠવાડિયા પૂર્વે વાડી માલિક સંપૂર્ણ હિસાબ લઇ ત્યાંથી ચાલ્યો ગયો હતો. બાદ ગઈકાલે તેની સાસુને ફોન કરી ” તમારી દીકરીને મારીને દાટી દીધી છે ગોતી લેજો ” કહેતા ચકચારમાંથી જવા પામી હતી જેથી મહિલાની માતાએ તેની શોધખોળ કરવા માટે તેઓ પડધરી ખાતે દોડી આવ્યા હતા અને બનાવની જાણ પોલીસને કરતા મહિલાના વૃદ્ધિ ને શોધવા માટે તપાસ કરવામાં આવી હતી ત્યારે આજે સવારે તેનો મૃતદેહ હોકળા પાસે દટાઈ ગયેલી હાલતમાં મળી આવ્યો હતો.જેથી પડધરી પોલીસ દ્વારા હત્યારા પતિ સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથધરી છે.જ્યારે આ બનાવમાં હત્યારા પતિના કાકાની પણ સંડોવલી હોવાના કારણે પોલીસે તેને હસ્તગત કરી પુછપરછ શરૂ કરી છે.
બનાવની વિગત એવી છે કે, પડધરી ના ખોખરી ગામે કનકસિંહ જાડેજા ની વાડીએ ભાગ્યું રાખી છેલ્લા દોઢ વર્ષથી રહેતા સંતોશભાઈ રાધેશ્યામ બુડનીયા (ઉ.વ.૩૮) એ એક અઠવાડિયા પૂર્વે વાડીમાં પાસેથી તમામ હિસાબ લઇ ત્યાંથી તેના ત્રણ સંતાનોને સાથે લઈને ભાગી ગયો હતો.અને ગઈકાલે તેને તેની પત્ની કેશરબાઈ બુડનીયા (ઉ.વ.૩૫)ના માતા એટલે કે તેની સાસુ સાદરીબેનને ફોન કર્યો હતો.અને કહ્યું હતું કે ” મે તમારી દીકરીને મારીને દાટી દીધી છે ગોતી લેજો ” એમ કહેતા તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને તેઓ તાત્કાલિક પડધરીના ખોખરી ગામે દોડી આવ્યા બાદ બનાવની પોલીસને જાણ કરતા તેમના દ્વારા કેશરબાઈ બુડનીયાની લાશની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.જેમાં આજે સવરે તેની લાશ વોકળા પાસેથી દાટી દીધેલી હાલતમાં મળી આવી હતી.અને તેથી તેને તાત્કાલિક ફોરેન્સિક પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
જ્યારે બનાવ મામલે પડધરી પોલીસ દ્વારા તપાસ કરતા જાણવા મળ્યું હતું કે મૃતક કેશરબાઈ બુડનીયાને સંતાનમાં ત્રણ દીકરા અને એક દીકરી છે.જ્યારે તેઓ દોઢ વર્ષથી જ પડધરી ના ખોખરી ગામ કામ કરવા માટે આવ્યા હતા. જ્યારે પડધરી પોલીસ આ મામલે તપાસ કરી તેમાં હત્યારા સંતોષના કાકા વિષ્ણુનો પણ હાથ હોવાનું સામે આવતા તેને વાડીએથી પકડી લીધો હતો અને હત્યારા સંતોષની શોધખોળ હાથધરી છે. ઉલેખનીય છે કે, સંતોષ દ્વારા ક્યાં કારણોસર તેની પત્નીની હત્યા કરી તેની દાટી દેવામાં આવી હતી તે વિશે તપાસ શરૂ કરવામાં આવી છે.