બી.એ.ડાંગર કોલેજમાં છાત્રોના પૈસા અંગત ‘ધંધા’માં વપરાતા હોવાનો ધડાકો
- ગેરરીતિ આચરવા બદલ જો કોઈ ઍવોર્ડ અપાતો હોય તો ચોક્ક્સ આ લોકોને જ મળશે !!
નેશનલ કમીશન ફોર હોમિયોપેથી-નવીદિલ્હીના ચેરમેનને લેખિત ફરિયાદ: કોલેજ માલિકો ૨૦૦૨થી કોલેજનું ફંડ અંગત ખર્ચ, જમીન-મકાનની ખરીદી તેમજ અન્ય વ્યવસાયમાં વપરાતું હોવાનો સણસણતો આક્ષેપ: ઈડી-ઈન્કમટેક્સની તપાસ થાય તો અનેક ખુલાસા થશે
અહીં અભ્યાસ કરતા એકેય વિદ્યાર્થીને પૂરતી
ક્લિનિકલ ટે્રનિંગ’ મળી રહી નથી કેમ કે કોલેજ પાસે પૂરતી જગ્યા, બિલ્ડિંગ કે આંતર માળખાકીય સુવિધા જ નથી: આ આક્ષેપની ખરાઈ કરવા માટે સીસીટીવી ફૂટેજ કારગત હથિયાર હોવાનો દાવો
- ડૉક્ટર સહિતનો
ઑન કોલ' સ્ટાફ ઉપલબ્ધ રખાયાનો ફરિયાદમાં ઉલ્લેખ: વિજય પરમાર, હસમત બખ્શા સહિતના નામે નકલી એપોઈન્ટમેન્ટ લેટર-નકલી એકાઉન્ટ બનાવાયા છે: કોલેજના
કરામતી’ દ્વારા કાગળ પર તમામ ડૉક્ટર ઉપલબ્ધ છે તેવું દર્શાવ્યું પણ આવતું કોઈ જ નથી
જામનગર રોડ ઉપર આવેલી બી.એ.ડાંગર હોમિયોપેથિક કોલેજ-હોસ્પિટલના કારનામાનો એક પછી એક પર્દાફાશ વૉઈસ ઑફ ડે' દ્વારા કરવામાં આવી રહ્યો છે. એકંદરે અહીં ગેરરીતિઓના મુળિયા એટલા ઉંડા છે કે જેમ જેમ તેમાં ઉંડાણપૂર્વક તપાસ કરાઈ રહી છે તેમ તેમ ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યો છે.
આ બધાની વચ્ચે એવો ધડાકો થવા પામ્યો છે કે બી.એ.ડાંગર કોલેજમાં વિદ્યાર્થીઓના પૈસા પોતાના
ધંધા’માં વાપરવામાં આવી રહ્યા છે અને આ પૈસાનો ઉપયોગ બીજા કોઈ નહીં બલ્કે કોલેજના સંચાલકો દ્વારા જ કરવામાં આવે છે !! આ અંગેના સણસણતા આક્ષેપો કરતી લેખિત ફરિયાદ નેશનલ કમીશન ફોર હોમિયોપેથી-નવીદિલ્હીના ચેરમેનને કરવામાં આવી છે. આ ફરિયાદ બાદ દિલ્હીથી એક ટીમે કોલેજમાં ચેકિંગ કર્યાનું પણ સામે આવ્યું છે. આ બધા ખુલાસા બાદ લોકમુખે એવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે ગેરરીતિ આચરવા બદલ જો કોઈ ઍવોર્ડની જોગવાઈ હોય તો તે અવશ્ય બી.એ.ડાંગર કોલેજ-હોસ્પિટલને જ મળવો જોઈએ !!
નેશનલ કમીશન ફોર હોમિયોપેથી-નવીદિલ્હીને કરવામાં આવેલી લેખિત ફરિયાદમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે કોલેજના માલિકો દ્વારા ૨૦૦૨થી કોલેજનું ફંડ અંગત ખર્ચ, જમીન-મકાનની ખરીદી તેમજ અન્ય વ્યવસાયોમાં વાપરવામાં આવી રહ્યું છે જે એકદમ ગેરકાયદેસર છે. આ આંકડો કરોડો રૂપિયામાં થવા જતો હોવાને કારણે તેની તપાસ ઈડી અને ઈન્કમટેક્સ દ્વારા કરવામાં આવે તો અનેક ધડાકા-ભડાકા થઈ શકે તેમ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે અહીં અભ્યાસ કરતા એક પણ વિદ્યાર્થીને પૂરતી ક્લિનિકલ ટે્રનિંગ મળી રહી નથી કેમ કે કોલેજ પાસે પૂરતી જગ્યા, બિલ્ડિંગ કે આંતર માળખાકીય સુવિધા જ ઉપલબ્ધ નથી. આ અંગેની ખરાઈ કરવી હોય તો કોલેજ-હોસ્પિટલમાં લગાવવામાં આવેલા સીસીટીવી ફૂટેજ કારગત હથિયાર હોવાનો દાવો પણ પ્રબળપણે કરવામાં આવ્યો છે.
બીજી બાજુ ડૉક્ટર સહિતનો ઑન કોલ' સ્ટાફ પણ ઉપલબ્ધ રાખવામાં આવ્યો છે મતલબ કે જ્યારે જ્યારે ચેકિંગ કરવામાં આવે ત્યારે ડૉક્ટરોની ફૌજ તૈનાત કરી દેવામાં આવે છે અને જેવું ચેકિંગ પૂર્ણ થાય કે તુરંત જ આખી ફૌજ
ગાયબ’ થઈ જતી હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. ફરિયાદમાં એવું પણ જણાવાયું છે કે વિજય પરમાર, હસમત બખ્શા સહિતના નામે નકલી એપોઈન્ટમેન્ટ લેટર-નકલી એકાઉન્ટ પણ બનાવવામાં આવ્યા છે. કોલેજના `કરામતી’ દ્વારા કાગળ ઉપર તમામ ડૉક્ટર ઉપલબ્ધ છે તેવું દર્શાવવામાં આવ્યું છે પરંતુ આવું કશું છે જ નહીં…!!
ગોકુલ હોસ્પિટલ' સાથે બનાવટી એમઓયું કરાયા છે !!
નેશનલ કમીશન ફોર હોમિયોપેથી-નવીદિલ્હીને કરવામાં આવેલી લેખિત ફરિયાદમાં એવો ચોંકાવનારો આક્ષેપ કરવામાં આવ્યો છે કે પોતાની હોસ્પિટલ નહીં હોવાને કારણે બી.એ.ડાંગર કોલેજ-હોસ્પિટલ દ્વારા ગોકુલ હોસ્પિટલ સાથે એમ.ઓ.યુ. કરવામાં આવ્યા છે જે બિલકુલ બનાવટી જ છે. આ મામલાની ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો ગોકુલ હોસ્પિટલ અને બી.એ.ડાંગર કોલેજ-હોસ્પિટલ વચ્ચે કાગળ ઉપર શું
સોદો’ થયો છે તેનો ખુલાસો પણ થઈ શકે તેમ છે.
ડૉક્ટરોની ગોલમાલ' અંગે ફરિયાદમાં કેવા કેવા આક્ષેપો ?
કોલેજ એવો દાવો કરે છે કે તેની પાસે ૩૨નો ફુલટાઈમ સ્ટાફ છે અને ૧૨ જેટલી ગેસ્ટ ફેકલ્ટી ઉપલબ્ધ છે પરંતુ અત્યારની વાસ્તવિક્તા એ છે કે કોલેજ પાસે માત્ર ૭નો ફૂલટાઈમ સ્ટાફ છે જેમાં જયંત બીશ્વાસ, હિના કારિયા, કોમલ કંદોઈ, રાજેન્દ્ર જાડેજા, સ્નેહલ ચાવડા, લક્ષ્મણ વર્મા, સુમન જનકાંત સમાવિષ્ટ છે. આ સિવાયના ૯ ડૉક્ટર છે એ
ઑન કોલ’ સ્ટાફ છે જેનું વેરિફિકેશન તેમના મોબાઈલ નંબરના આધારે કરી શકાય છે જેમાં જયંત રૂઘાણી, મનિષ ડાભી, નયન પંડ્યા, બીના મહેતા, આશા રાચડીયા, દીપ્તી શાહ, માધવી શીશાંગીયા, સંજીવ જાની, વીરલ વસાવડાનો સમાવેશ થાય છે. માત્ર ચારનો સ્ટાફ ઉપલબ્ધ છે જેમાં મહેશ કુમાર ભરવાડા, અંધેલે ગ્યાનરાવ, મયુર મોરી, ઈશિતા કનેરીયાનો સમાવેશ થાય છે.