શિયાળામાં બાજરાનાં રોટલા ખાવા અત્યંત ગુણકારી
શિયાળામાં ઘણાને બાજરાનો રોટલો મળે એટલે છપ્પન ભોગ મળી ગયા જેટલો આનંદ થતો હોય છે. અને વાત પણ સાચી છે.. શિયાળામાં બાજરાનો રોટલો ખાવો અત્યંત ગુણકારી છે અને તે માણસને સ્વસ્થ રાખે છે.
બાજરાના રોટલામાં ઘણા બધા પોષક તત્વો હોય છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે.
બાજરામાં મેગ્નેશિયમ, પોટેશિયમ, ફાઈબર અને અન્ય પોષક તત્વો હોય છે જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. મેગ્નેશિયમ બ્લડ પ્રેશર ઘટાડવા માટે જાણીતું છે. આ હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ ઘટાડે છે
બાજરો ખાધા પછી તરત જ પેટ ભારે થઇ જાય છે, આમ વધુ પડતું ખાવાનું અટકાવે છે અને વજન નિયંત્રણમાં મદદ કરે છે. તેમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે. તેથી ડાયાબિટીસના દર્દીઓ માટે બાજરી ખૂબ જ સારો વિકલ્પ છે. આનાથી શરીરમાં ગ્લુકોઝનું સ્તર વધતું નથી.
બાજરી પચવામાં સરળ છે, તેથી પાચન પ્રક્રિયા સરળ રહે છે.ગ્લુટેનની એલર્જી ધરાવતા લોકોએ તેમના આહારમાં બાજરીનો સમાવેશ કરવો જોઈએ.
