હું તને ખૂબ પ્રેમ કરું છું, આઈ લવ યુ’ કહી પરિણીતાની પજવણી !
વારંવાર ફોન કરી રંજાડ કરતા માથાફરેલા રોમિયો સામે મોબાઈલ નંબરના આધારે ફરિયાદ
મોબાઈલનો વપરાશ દિવસેને દિવસે વધી રહ્યો છે જેના કારણે ઘણું કામ સરળ બની ગયું છે. જો કે ફાયદો હોય તેવી રીતે ગેરફાયદા પણ એટલા જ હોવાથી પજવણીના અનેક કિસ્સાઓ પણ બની રહ્યા છે. આવો જ એક કિસ્સો દૂધ સાગર રોડ ઉપર બન્યો છે જ્યાં એક માથાફરેલા રોમિયોએ પરિણીતાનું જીવવું દુષ્કર બનાવી દીધું હોય તેમ વારંવાર ફોન કરી
હું તને ખૂબ પ્રેમ કરું છું, આઈ લવ યુ’ કહી પજવણી કરતા આખરે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
આ અંગે પરિણીતાએ થોરાળા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જરાવ્યું છે કે તેને છેલ્લા ઘણા સમયથી અજાણ્યો માણસ તેના મોબાઈલ નંબરમાંથી ફોન કરી જેમ ફાવે તેમ બોલી રહ્યો છે. ફોનમાં તે એવું કહી રહ્યો છે કે `તું મને બહુ ગમે છે, મને તારી સાથે વાત કરવી છે, હું તને સારી રીતે ઓળખું છું, હું તને ખૂબ પ્રેમ કરું છું, આઈ લવ યુ’ આ સહિતની વાતો કરી હેરાન-પરેશાન કરી રહ્યો છે. આ રોમિયો પરિણીતાને રાત્રે ૧૨ વાગ્યાના અરસામાં ફોન કરી હેરાન કરતો હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે. પરિણીતાના પતિ, પિતા, સસરા સહિતનાએ રોમિયોને સમજાવ્યા છતાં તે સુધરવાનું નામ લઈ રહ્યો ન હોય આખરે પોલીસ ફરિયાદ નોંધાવતાં થોરાળા પોલીસે મોબાઈલ નંબરના આધારે ગઠિયા સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે.