વૃક્ષ કાપવાનો ઝઘડો લોહિયાળ બન્યો
ઉત્તર પ્રદેશના બીજનોરમાં પાડોશીની હત્યા કરવા બદલ જાણીતા ટીવી એક્ટર ભુપેન્દ્રસિંહની પોલીસે ધરપકડ કરી હતી. તેમણે એના તેમના મળતીયાઓએ કરેલા ગોળીબારમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું જ્યારે ત્રણ ઘાયલ થયા હતા જે બધાની હાલત નાચુક ગણાવાઈ રહી છે.
પોલીસના જણાવ્યા અનુસાર ભુપેન્દ્રસિંહ અને તેમના પાડોશી ગુરૂદિપસિંહ વચ્ચે ખેતરમાં વૃક્ષો કાપવા અંગે વિવાદ ચાલતો હતો. એ બાબતે ગુરુદિપસિંહે 19મી નવેમ્બરે પોલીસમાં ફરિયાદ પણ કરી હતી પરંતુ પોલીસે કોઈ પગલા લીધા નહોતા. એ મુદ્દે બંને વચ્ચે હાથાપાઇ પણ થઈ હતી. વિવાદ વકર્યા બાદ ભુપેન્દ્રસિંહ અને તેમના સાથીઓએ લાયસન્સ વાળી રિવોલ્વર તથા કેટલાક ગેરકાયદે હથિયારો વડે દસ રાઉન્ડ ગોળીબાર કરતા ગોવિંદસિઘનું મૃત્યુ થયું હતું જ્યારે તેના પિતા ગુરુદીપસિંહ, માતા મીરાબાઈ તથા ભાઈ અમરિકસિંહ ગંભીર રીતે ઘાયલ થયા હતા. પોલીસે બાદમાં ભુપેન્દ્રસિંહ ની ધરપકડ કરી હતી અને નાસી ગયેલા અન્ય બે શખ્સોને પકડવા ચક્ર ગતિમાન કર્યા હતા.
ભુપેન્દ્રસિંહ, યે પ્યાર ના હોગા કમ, એક હસીના થી, રિશ્તો કા ચક્રવ્યુહ, 1857 ક્રાંતિ જેવી સીરીયલો અને કેટલીક ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે.