માઉન્ટ આબુમાં તાપમાન -1 ડિગ્રીએ પહોંચ્યું..
નકી લેક પર ઝાકળના ટીપાં થીજી ગયા…
જયપુર
ધીમે ધીમે ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. તેમાં પણ રાજસ્થાનના માઉન્ટ આબુમાં ત્રણ દિવસથી તાપમાન સતત ઘટી રહ્યું છે. આજે છ ડિસેમ્બરના રોજ માઉન્ટ આબુમાં તાપમાન માઈનસ 1 ડિગ્રીએ પહોંચી ગયું હતું. પાંચ ડિસેમ્બરના રોજ તાપમાન 2 ડિગ્રીએ પહોંચી ગયું હતું. જેના કારણે વાતાવરણમાં એકદમ ઠંડક પ્રસરી ગઈ હતી અને લોકો ગરમ કપડાં વગર ભાર નીકળી શકતા નહોતા. તાપમાન ઘટવાના કારણે ઠંડા પવનોમાં વધારો થયો હતો તેમજ માઈનસ એક ડિગ્રીના કારણે નાખી લેકમાં બોટ પર ઝાકળના ટીપાં બરફ સ્વરૂપે જોવા મળ્યા હતા.
રાજસ્થાનના માઉન્ટ આબુ સહિત સમગ્ર સિરોહી જિલ્લામાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે ધીમે ધીમે વધતી ઠંડીમાં અચાનક ત્રણ દિવસથી તાપમાન ખુબજ ઝડપથી ઓછું થયું હતું.
જિલ્લામાં તાપમાનમાં એકાએક ઘટાડાને પગલે જિલ્લામાં કડકડતી શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. તાપમાન માઈનસમાં જવાના કારણે ઘરના આગણાઓમાં અને વાહનો પર બજેલો ઝાકળ બરફ બની ગયો હતો. જો કે ગત વર્ષની સરખામણીમાં આ વખતે તાપમાન ઘટવાના દસ દિવસ બાદ જેટલો સમય લાગ્યો હતો. ગયા વર્ષે નવેમ્બર 25 આસપાસ જ માઉન્ટ આબુનું તાપમાન માઈનસ થઈ ગયું હતું.
આ ઉપરાંત સીકર જિલ્લામાં પણ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. ફતેહપુર શેખાવતી નગરમાં આજે સવારનું તાપમાન 4.9 ડિગ્રી નોંધાયું હતું. જે આગલા દિવસ કરતાં 1.1 ડિગ્રી ઓછું છે. મંગળવારે ફતેહપુર કૃષિ સંશોધન કેન્દ્રમાં લઘુત્તમ તાપમાન 6.0 ડિગ્રી અને મહત્તમ 25.3 ડિગ્રી નોંધાયું હતું.
છેલ્લા નવ દિવસથી વાદળછાયું વાતાવરણ રહેતા આજે સવારે આબુ ગાઢ ધુમ્મસની ચાદરમાં લપેટાયેલું જોવા મળ્યું હતું. ગાઢ ધુમ્મસના કારણે વાહનવ્યવહારને પણ અસર થઈ રહી છે.