મધ્ય પ્રદેશમાં મુખ્યમંત્રી કોણ તે વિષે શિવરાજે શું કહ્યું ? વાંચો
શિવરાજસિંહે કહ્યું પાર્ટી જે કામ આપે તેને ઈમાનદારીથી કરતો રહીશ, હું તો કાર્યકર છું
વોઇસ ઓફ ડે નવી દીલ્હી
મધ્ય પ્રદેશમાં ભાજપને જબ્બર સફળતા મળી છે અને જનતાએ પાછી તેને કમાન સોંપી છે ત્યારે હવે નવા મુખ્યમંત્રી કોણ બનશે તેવી ચર્ચા અને અટકળો શરૂ થયા હતા અને તેની વચ્ચે મામા એટલે કે શિવરાજસિંહ ચૌહાણે મન કી બાત કરી નાખી છે. એમણે એવી ચોખવટ કરી હતી કે હું સીએમ માટેનો દાવેદાર નથી.
એક વિડિયો સંદેશમાં ચૌહાણે કહ્યું હતું કે હું ક્યારે ય મુખ્યમંત્રીપદનો દાવેદાર હતો નહીં અને આજે પણ નથી. હું તો પાર્ટીનો કાર્યકર છું. પાર્ટી જે કઈ કામ આપે તેને ક્ષમતા અને ઈમાનદારીથી કરીશ. મોદીજી અમારા નેતા છે અને એમની સાથે કામ કરવામાં અમને સદાય ગર્વ અને આનંદનો અનુભવ થયો છે.
મધ્ય પ્રદેશમાં પ્રચંડ સફળતા બાદ સરકાર રચવા અને મુખ્યમંત્રીની પસંદગી બાબતે સતત ચર્ચા અને અટકળો થઈ રહ્યા છે ત્યારે ચૌહાણે ચોખવટ કરી દીધી છે. મુઝયમંત્રી કોણ બનશે તે જાણવાની ઇનજારી વધી રહી છે અને કેટલાક નામો ચર્ચામાં રહ્યા છે.
