સંસદના શિયાળુ સત્રના પ્રથમ દિવસે શું થયું જુઓ
રાજ્યસભામાં પોસ્ટ ઓફિસ સુધારા ખરડો પસાર: મહુઆ મોઈત્રા અંગેનો એથિક્સ કમિટીનો રિપોર્ટ આજે લોકસભામાં રજૂ થશે
વિધાનસભાની ચુંટણીમાં ત્રણ રાજ્યમાં ભાજપને મળેલી અભૂતપૂર્વ સફળતાના બીજા જ દિવસથી એટલે કે સોમવારથી સંસદમાં શિયાળુ સત્રનો પ્રારંભ થયો હતો. સત્રના પ્રથમ જ દિવસે વિપક્ષ દ્વારા અલગ-અલગ મુદ્દા પર હંગામો મચાવવામાં આવ્યો હતો અને અધ્યક્ષે બધાને વોર્નિંગ પણ આપવી પડી હતી. ત્યારબાદ આખો દિવસ લોકસભા અને વિધાનસભામાં વિપક્ષના સભ્યો શાંતિથી બેસી રહ્યા હતા અને કામકાજ યથાવત રહ્યા હતા. રાજ્યસભામાં પોસ્ટ ઓફિસ બિલ સુધારા ખરડો પસાર કરાયો હતો. આ તકે સંદેશા વ્યવહાર મંત્રીએ એવી ચોખવટ કરી હતી કે, પોસ્ટ ઑફિસોનું ખાનગીકરણ નહિ થાય. લોકસભામાં એડવોકેટ સુધારા ખરડા પર ચર્ચા થઈ હતી.
સરકારે શિયાળુ સત્રની 15 બેઠકનો એજન્ડા જાહેર કર્યો હતો અને તે મુજબ કામગીરી શરૂ થઈ હતી. જો કે વચમાં બે વાગ્યે ફરી રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી હતી. દરમિયાનમાં મહુઆ મોઈત્રાના કેશ ફોર ક્વેરી કાંડ મામલે એથિક્સ કમિટીનો અહેવાલ લોકસભામાં આજે રજૂ થયો નહતો અને હવે આવતીકાલે ગૃહમાં મુકાશે. ગૃહમાં આઇપીસી અને સીઆરપીસીના સ્થાને નવા નામ અને કાનૂન માટેના ખરડા રજૂ થવાના છે.
લોકસભામાં વિપક્ષના કેટલાક સભ્યોએ મહુઆ મોઈત્રાના મુદ્દા પર હંગામો કર્યો હતો. એજ રીતે મણીપુરના મુદ્દા પર તેમજ મોંધવારી અને ઇડીના દૂરપયોગ જેવા મુદ્દા પર ચર્ચા કરવાની માંગણી કરી હતી. રાજ્યસભામાંથી “આપ”ના સાંસદ રાઘવ ચઢ્ઢાનું સસ્પેન્શન પાછું ખેંચી લેવાયું હતું.
દરમિયાનમાં સત્રના પ્રારંભે જ વડાપ્રધાને વિપક્ષને ટોણો મારીને કહ્યું હતું કે, ચુંટણીમાં હારનો ખાર સંસદમાં કાઢવાથી દૂર રહેજો અને સકારાત્મક રીતે ચર્ચા કરજો. બરોબર એ જ રીતે સંસદના બંને ગૃહોમાં અલગ-અલગ મુદ્દા પર ચર્ચા રહી હતી.