ભાજપના નેતાએ રાહુલ ગાંધીને શું માર્યો ટોણો ?
ભાજપના નેતા સી ટી રવીએ વિધાનસભાની ચૂટણીના પરિણામો બહાર આવ્યા બાદ અને 3 રાજ્યોમાં ભાજપને બહુમતી મળ્યા બાદ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને ટોણો માર્યો હતો અને એવો સવાલ કર્યો હતો કે હવે કોણ છે પનોતી ?
રાહુલ ગાંધીએ રાજસ્થાનમાં પ્રચાર દરમિયાન ભારતની વર્લ્ડકપમાં હાર થયા બાદ વડાપ્રધાન પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે આપણા ખેલાડીઓ તો જીતી રહ્યા હતા પણ પનોતીએ હરાવી દીધા. ચુંટણી પંચે આ બારામાં રાહુલને નોટિસ પણ આપી હતી.
રવીએ ભાજપની જીત બદલ કાર્યકરો અને નેતાઓને અભિનંદન આપીને રાહુલને જોરદાર ટોણો માર્યા બાદ આ બારામાં પણ ચર્ચા શરૂ થઈ હતી.