સુરત કેમિકલ કંપનીમાં આગ : સાત કામદારો આગમાં ભડથું, , 8 ની હાલત ગંભીર…
મૃતકોના પરિવારજનોને વળતર રૂપે ૫૦ લાખ રૂપિયા આપવાની કંપનીની જાહેરાત
સુરત
સુરતમાં સચિન જીઆઈડીસીમાં કેમિકલ કંપની એથર ઈન્ડસ્ટ્રીઝની મેન્યુફેક્ચરિંગ સાઈટ પર આગ લાગવાની ઘટનાના આગમાં ભડથુ થઈ ગયેલા સાત માનવ કંકાલ મળ્યા છે. આ ઘટનાથી શહેરમાં ચકચાર મચી ગઈ છે.હજુ આઠની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. સુત્રો અનુસાર, કંપનીએ મૃતક કામદારોના પરિવારજનોને વળતર રૂપે ૫૦ લાખ રૂપિયા આપવાની જાહેરાત પણ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વહેલી સવારે સુરતની સચિન જીઆઈડીસીમાં એથર ઈન્ડસ્ટ્રીઝની મેન્યુફેક્ચરિંગ સાઈટ પર આગ ફાટી નીકળી હતી. જેમાં 27 જેટલા કામદારો દાઝી જતા ઈજાગ્રસ્ત થયા હતા, અને તપાસમાં સામે આવ્યું હતુ કે, હજુ સાત કામદારો લાપતા છે. ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવાની કામગીરી છેલ્લા 24 કલાકથી ચાલી રહી હતી. આખરે પહેલા 6 અને બાદમાં એક માનવ કંકાલ મળી આવ્યા હતા. , જેને પોલીસે પીએમ માટે સરકારી હોસ્પિટલ મોકલી દેવામાં આવ્યા છે. આ સિવાય આઠ લોકો 70 થી 90-95 ટકા દાઝી ગયેલા કામદારો જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે, જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
સવારે સાત મૃતદેહો સ્થળ પરથી મળી આવ્યા હતા. જ્યારે મૃતદેહો ઓળખી શકાયા નથી, પોલીસને શંકા છે કે તે સાત મજૂરો છે જેઓ બુધવારે ગુમ થયા હતા. પોલીસે જણાવ્યું હતું કે, મૃતદેહોની ઓળખ માટે ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે.
જ્યારે મૃતદેહોને નવી સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા, ત્યારે પોલીસે ગુમ થયેલા મજૂરોની ઓળખ દિવ્યેશ પટેલ, સંતોષ વિશ્વકર્મા, સનતકુમાર મિશ્રા, ધર્મેન્દ્ર કુમાર, ગણેશ પ્રસાદ, સુનિલ કુમાર અને અભિષેક સિંહ તરીકે કરી હતી
એથર કંપનીના સૂત્રોએ જણાવ્યું હતું કે, દિવ્યેશ પટેલ કંપનીના કર્મચારી હતા અને અન્ય છ લોકો કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા હતા. “અમે વળતર આપવા તૈયાર છીએ. અમે સરકારી નિયમો મુજબ વળતર આપીશું. અમે મૃતકોના પરિવારજનોને વધારાની રકમ પણ આપીશું.” એથર ઇન્ડસ્ટ્રીઝના ડિરેક્ટર કમલ તુલસિને જણાવ્યું હતું.