Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

એવરેસ્ટ બિલ્ડીંગમાં પોલીસપુત્ર સંચાલિત જુગારક્લબ પકડાઈ: 25 જુગારીઓ પકડાયા

Thu, November 30 2023

સૌરાષ્ટ્રભરમાંથી જુગાર રમવા આવેલા જુગારીઓમાં નાસભાગ: રૂ.2.85 લાખની રોકડ કબજે
ગ્રામ્ય વિસ્તાર બાદ મહાનગરપાલિકાએ સીલ કરેલી ઓફિસમાં ઘોડિપાસાની જુગારક્લબ શરૂ કરીતી વોઇસ ઓફ ડે રાજકોટ રાજકોટના પોશ વિસ્તાર ગણાતા લીમડા ચોક નજીક એવરેસ્ટ બિલ્ડીંગમાં નવમાં માળે ઓફિસ નંબર 906 ખુશ્બુ એન્ટરપ્રાઇઝમાં ડીસમીસ્ડ પોલીસમેન મહમદહુશેન પઠાણ ઉર્ફે ખાનભાઈના પુત્ર મોસીન દ્વારા ચલાવાતી ઘોડીપાસાની કબલ ઉપર એ ડિવિઝન પોલીસે દરોડો પાડ્યો હતો અને દરોડામાં રાજકોટ,ધોરાજી, ગોંડલ, પડધરી, જામનગર સહિત સૌરાષ્ટ્રભરમાંથી જુગાર રમવા આવેલા 25 જુગારીઓને રૂ.2.85 લાખની રોડક સાથે પકડી લેવામાં આવ્યા હતા.

એવરેસ્ટ બિલ્ડીંગમાં નવમાં માળે ઓફિસ નંબર 906માં ખુશ્બુ એન્ટરપ્રાઇઝમાં જુગાર રમાતો હોવાની એ ડિવિઝનના જગદીશભાઈ વાંક તથા ભગીરથસિંહ ઝાલાને બાતમી મળી હતી. જે આધારે પીઆઈ ડી.એમ.હરીપરાના માર્ગદર્શન હેઠળ ડી સ્ટાફ પીએસઆઈ જી.એન.વાઘેલા તથા ટીમે દરોડો પાડ્યો હતો. જુગાર રમતા ડીસમીસ્ડ પોલીસમેન મહમદહુશેન પઠાણ ઉર્ફે ખાનભાઈના પુત્ર પરસાણાનગરના મોસીન મહમદહુશેન પઠાણ, જંગલેશ્ર્વરના અગાઉ જુગાર ક્લબ ચલાવવામાં સપડાયેલા નામચીન તનવીર રફીકભાઈ શીશાંગીયા, મોરબીના સલીમ હાજીભાઈ સુમરા, રાજકોટના સૌકત હુશેનભાઈ કરગથરા ઉપરાંત મોસીન સલીમભાઈ મોટાણી (ઉ.વ.32, રહે પરસાણા નગર-6), જગદીશભાઈ વિભાભાઈ રાતડીયા (ઉ.વ.34, રહે.માલધારી સોસાયટી), મયુર રમેશભાઇ બાંભવા (ઉ.વ.34, રહે. કુવાડવા રોડ), તનવીર રફીકભાઈ શીશાંગીયા (ઉ.વ.39, રહે. જંગ્લેશ્ર્વર), અમીન ઝહુરભાઈ શીશાંગીયા (ઉ.વ.31, રહે.ધરમનગર આવાસ યોજના), નૈમિષ શામજીભાઈ નોંધણવદરા (ઉ.વ.29, રહે. સંતકબીર રોડ), અમીત જીતેન્દ્રભાઈ સોલંકી (ઉ.વ.38, રહે. મોરબી, રામકૃષ્ણ સોસાયટી, હાઉસીંગ બોર્ડ), બસીર અમીનભાઈ ગરાણા (ઉ.વ.24, રહે.ગુલજાર પાર્ક, ધોરાજી), સલીમ હાજીભાઈ સુમરા (ઉ.વ.35, રહે.પંચાસર રોડ, મોરબી), ઈમરાન સતારભાઈ મીઠાણી (ઉ.વ.40, રહે.અંકુર સોસાયટી, રાજકોટ), અસલમ મહમદભાઈ કલર (ઉ.વ.31, રહે.ગંજીવાડા), હાજીભાઈ ઉમરભાઈ ખીરા (ઉ.વ.40, રહે.45 નંબરવાળી પવનચક્કી આગળ, જામનગર), સોકત હુશૈનભાઈ કરગથરા (ઉ.વ.35, રહે. નવી ઘાંચીવાડ, રાજકોટ), વિજય નારણભાઈ સોલંકી (ઉ.વ.24, કેકેવી હોલની પાછળ, રાજકોટ), ઈમ્તીયાઝ મહમદ ગરાણા (ઉ.વ.42, રહે.ગુલજાર પાર્ક, ધોરાજી), સરફરાજ અબ્દુલભાઈ દલવાણી (ઉ.વ.42, રહે.મોચીનગર સોસાયટી, રાજકોટ), સીરાજ કાદરભાઈ સુમરા (ઉ.વ.31, રહે. દુધની ડેરી, લાખાજીરાજ શ્રમજીવી સોસાયટી), ઈકબાલ કાસમભાઈ સમા (ઉ.વ.42, રહે. અંકુર સોસાયટી, રાજકોટ), સદામ સુલતાનભાઈ સલોત (ઉ.વ.30, રહે. રામનાથપરા), આમદ બોદુભાઈ ખીરાણી (ઉ.વ.44, વિક્રમસિંહજી રોડ, ચોરડી દરવાજા, ગોંડલ), અશ્ર્વિન પ્રેમજીભાઈ ગોહેલ (ઉ.વ.36, રહે. હુલર મીલ ખેતીવાડી સામે, જામનગર), વિશાલ ભીખુભા રાબા (ઉ.વ.28, રહે.પાવન પાર્ક, હાઉસીંગ બોર્ડના કવાર્ટર, મોરબી), વિનોદ છગનભાઈ પ્રજાપતિ (ઉ.વ.53, ખોડીયાર કોલોની, જામનગર), નરોતમ હીરજીભાઈ મકવાણા (ઉ.વ.40, રહે. નારણકા શીવપુર, રાજકોટ)ની ધરપકડ કરી રૂ.2.85 લાખની રોકડ અને એક મોબાઈલ મળી મળી રૂ.2.90 લાખનો મુદામાલ કબજે કરાયો હતો.

બોક્ષ ડીસમીસ્ડ પોલીસમેનનો પુત્ર દોઢ માસથી જુગારક્લબ ચલાવતોતો એવરેસ્ટ બિલ્ડિંગના નવમાં માળે ઓફિસ નંબર 906માં પકડાયેલી ઘોડીપાસાની કબલ ડીસમીસ્ડ પોલીસમેન મહમદહુશેન પઠાણ ઉર્ફે ખાનભાઈના પુત્ર મોસીન દ્વારા ચલાવાતી હતી. મોસીન મહમદહુશૈન પઠાણે છેલ્લા દોઢ માસથી અલગ અલગ સ્થળે જુગારક્લબ શરૂ કરી હતી જેમાં રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં ગોંડલ તેમજ જેતપુર પંથકમાં અલગ અલગ સ્થળો બદલતો મોસીન મહમદહુશૈન પઠાણે એવરેસ્ટ બિલ્ડિંગના નવમાં માળે ખુશ્બુ એન્ટરપ્રાઇઝ નામની પારસ અને નંદલાલની ઓફિસમાં છેલ્લા પાંચ દિવસથી જુગારક્લબ શરૂ કરી હતી.

જે ઓફિસમાં જુગાર ક્લબ પકડાઈ તેમાં ચડત વેરાને લઈને મહાપાલિકા દ્વારા સીલ કરાયેલી હોવાનું ખૂલ્યું છે ત્યારે પોલીસપુત્રએ શું સીલ અને લોક તોડીને જુગાર રમાડાતો હતો કે અગાઉથી સીલ તૂટેલા હતા? તે બાબતે પોલીસે તપાસ શરૂ કરી છે. જુગાર ક્લબ સાથે ઓફિસમાં દારૂની મહેફિલ પણ ચાલતી હોવાનું જાણવા મળ્યું છે.ઓફિસની બહારના ભાગે લોબીમાંથી દારૂની ખાલી બોટલો પણ મળી આવી હતી. જુગાર સંચાલક મોસીન અગાઉ પણ પડધરી તથા આટકોટમાં જુગાર કેસ તેમજ મારમારી સહિત ગુના નોંધાયેલ છે તેમજ જંગલેશ્વરના તનવીર શીશાંગીયા અને મોરબીના સલીમ સુમરા પર પણ દારૂ મારામારી સહિતના ગુના પોલીસ ચોપડે નોંધાયેલ છે. જે ઓફિસમાં ઘોડીપાસાનો જુગાર રમાતો હતો તે પારસ નામના કોઈ વ્યક્તિની હોવાની પોલીસને માહિતી મળી છે.

Share Article

Other Articles

Previous

ગીર જંગલનું રક્ષણ કરતી જાંબાઝ સાવજકન્યા

Next

જંગલેશ્વરમાં વેપારી ઉપર હુમલો કરનાર લુખ્ખાઓની ધરપડક: સરઘસ કઢાયુ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
8 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
8 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
8 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
6 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
7 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
5 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
અરવિંદ કેજરીવાલ રાજકોટના પ્રવાસે: ત્રણ દિવસ જુદા જુદા કાર્યક્રમોમાં આપશે હાજરી, બોટાદ જેલમાં નેતાઓને મળશે
20 કલાક પહેલા
સાવધાન:મેલેરિયા પાછો આવ્યો! જો દેશો તાત્કાલિક પગલાં નહીં લે તો…વિશ્વ મેલેરિયા અહેવાલ 2025માં WHOએ આપી ચેતવણી
20 કલાક પહેલા
સાઉથ આફ્રિકા 270 રનમાં ઓલઆઉટ: કુલદીપ-ક્રિષ્નાએ 4-4 વિકેટ ઝડપી, વિકેટ લીધા બાદ કુલદીપ-કોહલીનો ડાન્સ વાયરલ
20 કલાક પહેલા
ફ્લાઇટ સંકટ વચ્ચે બેફામ લૂંટ ચલાવતી એરલાઈનના ભાડા પર રોક, ડોમેસ્ટિક ફ્લાઈટ માટે સરકારે ભાડા બાંધણુ કર્યું
20 કલાક પહેલા
Categories

નેશનલ

2718 Posts

Related Posts

ભારતીય અર્થવ્યવસ્થાના ‘ભીષ્મ પિતામહ’: આ 17 તસવીરોમાં જુઓ મનમોહન સિંહની રાજકીય સફર
ટૉપ ન્યૂઝ
11 મહિના પહેલા
લાલકૃષ્ણ અડવાણી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લેશે
Breaking
2 વર્ષ પહેલા
કોણ જોડાયું શિવ સેના શિંદેમાં ? વાંચો
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
કેરળમાં ભાજપના નેતાના મરઘી ફાર્મ પર પોલીસનો દરોડો, દારૂની 14000 બોટલ મળી
Breaking
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર