R.R.કાબેલ ગ્રુપ ઉપર ITના દરોડા: વડોદરા, અમદાવાદ, મુંબઈ સહિત 40 સ્થળે તપાસ
આઇપીઓ બહાર પાડી તાજેતરમાં લિસ્ટિંગ કંપની બનેલ આર. આર. કાબેલના બેનામી વ્યવહારો અંગે તપાસ
વડોદરા નજીક વાઘોડિયા જીઆઈડીસીમાં આવેલી અને વાયર-કબેલનું ઉત્પાદન કરતી જાણીતી આર.આર. કેબલ ગ્રૂપ પર આઈટીએ ઓપરેશન હાથ ધર્યું છે. વડોદરા, અમદાવાદ, સુરત, સેલવાસ, મુંબઈ સહિત 40થી વધુ જગ્યા પર આઈટી વિભાગે દરોડા પાડ્યા છે. તેમજ વડોદરા સારાભાઈ કમ્પાઉન્ડ સ્થિત કંપનીની હેડ ઓફિસમાં આજે વહેલી સવારથી ઇન્કમટેક્સ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. ફર્સ્ટ શિફ્ટમાં નોકરી ઉપર ગયેલા ઓફિસ સ્ટાફના 40 જેટલા કર્મચારીઓને કંપનીના ઓડિટોરિયમમાં બેસાડી રાખવામાં આવ્યા હતા. ગ્રુપના ચેરમેન રમેશ કાબરાને ત્યાં આઇટી વિભાગે તપાસ શરૂ કરી હતી. તે સિવાય તમામ ડાયરેક્ટરો,ડિસ્ટ્રિબ્યુટરને ત્યાં પણ તપાસ કરવામાં આવી રહી છે. કાબેલ ગ્રુપ કેબલ અને વાયરના ધંધા સાથે સંકળાયેલ છે. દરોડામાં મોટાપાયે બેનામી વ્યવહારો મળવાની શક્યતા છે.
કેબલ અને વાયર બનાવતી ગુજરાતની જાણીતી કાબેલ કંપનીએ તાજેતરમાં જ આઇપીઓ બહાર પાડ્યો હતો અને લિસ્ટિંગ કંપની બની હતી. આવકવેરાના આ ઓપરેશનમાં મોટા બેનામી વ્યવહારો બહાર આવે તેવી શક્યતા છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ભરની આવકવેરા વિભાગની ટીમને માંગળવારે અમદાવાદ બોલાવી લેવામાં આવી હતી અને બુધવારે ઇન્વેસ્ટિગેશન વિંગનું ઓપરેશન શરૂ થયું હતું.
આર.આર. કેબલ ગ્રૂપ પર સર્ચ ઓપરેશન વડોદરા,અમદાવાદ ,સુરત સેલવાસ અને મુંબઈ મળી આશરે 40 થી પણ વધુ જગ્યાએ ચાલી રહ્યું છે.ગ્રુપના ચેરમેન રમેશ કાબરા સહિત તમામ ડાયરેક્ટરો અને ડિસ્ટ્રીબ્યુટર ને ત્યાં ઇન્કમટેક્સની અલગ અલગ ટીમ પોલીસ બંદોબસ્ત સાથે તપાસમાં લાગી છે. કેબલ અને વાયરના ધંધા સાથે સંકળાયેલ મોટા ગ્રુપ ઉપર પડેલા દરોડા ના કારણે મોટા પાયે બિનહિસાબી વ્યવહારો મળવાની સંભાવના છે. વડોદરા એલેમ્બિક કેમ્પસમાં આવેલી ઓફિસ ખાતે પણ આઇટીની ટીમ દ્વારા સર્ચ હાથ ધરવામાં આવ્યું. દરોડા દરમિયાન આવકવેરાની ટીમ કેબલના વ્યવસાયમાં થતી ગેરરીતિઓની તપાસ કરી રહી છે. સાથે જ ખરીદ વેચાણના જરૂરી દસ્તાવેજો, કોમ્પ્યુટરમાં રાખેલા હિસાબો વિગેરેની માહિતી મેળવી રહ્યા છે.