ગૌતમ ગંભીરની `ઘરવાપસી’
ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનિંગ બેટર ગૌતમ ગંભીર આઈપીએલ-૨૦૨૪થી પોતાની જૂની ટીમ કોલકત્તા નાઈટ રાઈડર્સમાં વાપસી કરશો. ગંભીરની આગેવાનીમાં કેકેઆરની ટીમ બે વખત ચેમ્પિયન બની ચૂકી છે. પહેલાં તેઓ કે.એલ.રાહુલની આગેવાનીવાળી લખનૌ સુપરજાયન્ટસની ટીમના મેન્ટોરના રોલમાં હતા. ગંભીરે કહ્યું કે હું ભાવુક વ્યક્તિ નથી અને વસ્તુઓ મને વધુ પ્રભાવિત કરતી નથી પરંતુ આ વસ્તુ અલગ છે. આ એ જગ્યા પર પરત ફરવા જેવું છે જ્યાંથી બધું શરૂ થયું હતું. આજે મારું ગળું ભરાઈ ગયું છે અને મારા દિલમાં પહેલાં જેવી ઉર્જા છે કેમ કે હું ફરી વખત એ જર્સી પહેરવાનું વિચારી રહ્યો છું. હું માત્ર કેકેઆરમાં જ નહીં બલ્કે સિટી ઑફ જૉયમાં પરત ફરી રહ્યું છહું. હું નંબર ૨૩ છું. અમી…કેકેઆર….