મેચ પહેલાં-પછી શું જોવા મળશે?
આજે દુનિયાને ૫૦ ઓવર ક્રિકેટનો નવો વર્લ્ડ ચેમ્પિયન મળવાનો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ પર આખા વિશ્વની નજર મંડાયેલી છે.
વર્લ્ડના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ પર ચેમ્પિયન બનવા માટે ભારત-ઑસ્ટે્રલિયા વચ્ચે ટક્કર થશે. આ મુકાબલામાં ગ્લેમરનો તડકો પણ લાગશે અને મ્યુઝિક પણ વાગશે. મેચ પહેલા, મેચ દરમિયાન અને મેચ પછી બીસીસીઆઈએ ઘણું બધું પ્લાન કર્યું છે જે નીચે મુજબ છે.
બપોરે ૧:૩૫ – એયર-શો
બપોરે ૪:૩૦ – આદિત્ય ગઢવીનું લાઈવ પરફોર્મન્સ
સાંજે ૫:૩૦ – દરેક વર્લ્ડકપ વિજેતા ટીમના કેપ્ટનનું સન્માન
ઈનિંગ બ્રેક પ્રિતમ ચક્રવર્તી, જોનિતા ગાંધી, નકાશ અઝીઝ, અમિત મિશ્રા,
આકાસા સિંહ અને તુષાર જોષનું પરફોર્મન્સ
૮:૩૦ વાગ્યે ૯૦ સેક્નડનો લેસર-શો
મેચ પૂર્ણ થયા બાદ ૧૨૦૦ ડ્રોન બતાવશે કમાલ
અમારા માટે રોહિત-કોહલી નહીં શમી મોટો ખતરો: પેટ કમિન્સ
અમદાવાદ: ઑસ્ટે્રલિયન ટીમના કેપ્ટન પેટ કમીન્સે જણાવ્યું કે તેની ટીમ માટે રોહિત શર્મા કે વિરાટ કોહલી નહીં બલ્કે મોહમ્મદ શમી મોટો ખતરો છે. કમીન્સે કહ્યું કે બન્ને બેટરો ખૂબ રન બનાવી રહ્યા છે પરંતુ જે રીતે શમી વેધક બોલિંગ ફેંકી રહ્યો છે તેના કારણે અમારી ચિંતા જરૂર વધી ગઈ છે. પીચ અંગે કમીન્સે કહ્યું કે બન્ને દેશ માટે પીચ સરખી જ રહેશે પરંતુ ભારતને તેનો વધુ ફાયદો મળશે કેમ કે મુકાબલો તેના ઘરમાં છે.