Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

‘મહિકાનું પુડલું’…એક ખાવ’ને ધરાઈ જાવ !!

Sat, November 18 2023

કાકા બનાવતા’તા અને તેમણે ભત્રીજાને વેચવા કીધુંં…વેચાણ શરૂ થયું’ને ધમધોકાર ચાલવા લાગ્યું
ખાણીપીણીમાં રોજબરોજ વપરાતી સામગ્રીથી તૈયાર થતું ૪ બાય ૪નુંમહિકાનું પુડલું’ તૈયાર થતું જોવું પણ એક લ્હાવો, ખાધાં બાદ ટેસડો પડી જાય તેની ગેરંટી ૧૦૦%


૧૦ વર્ષથી રાજકોટમાં વેચાઈ રહેલા પુડલાનું દિવસેને દિવસે વધી રહેલું વેચાણ: બુધ-શનિ-રવિવારે તો ઉભા રહેવાની જગ્યા નથી મળતી

દિવાળીના તહેવારો સંપન્ન થઈ ચૂક્યા છે…લોકોએ રજા દરમિયાન મન ભરીને એક એકથી ચડિયાતી વાનગીઓનો આસ્વાદ માણ્યો જ હશે ત્યારે દર શનિવારે લોકોના મોઢામાં પાણી જ નહીં બલ્કે ખાવા માટે મજબૂર કરી દેવાનું કાર્ય કરતાં વૉઈસ ઑફ ડે' દ્વારા આ વખતે મુળ તો રાજકોટની જ બલ્કે એકદમ હટ કે વાનગીની પ્રસ્તુતિ કરવામાં આવી છે. આ વાનગીનું નામમહિકાનું પુડલું’ છે જે રસોઈમાં રોજબરોજ વપરાતી સામગ્રીથી જ તૈયાર થાય છે પરંતુ તેનો ટેસ્ટ માણ્યા બાદ લોકો મોજ પડી ગઈ' તેવું બોલ્યા વગર રહી શકે જ નહીં ! અંદાજ પ્રમાણે રાજકોટમાં બે જ જગ્યા પર મહિકાના પુડલાનું વેચાણ થઈ રહ્યું છે પરંતુ ત્યાં સવારથી લઈ સાંજ સુધી લોકોની ગીર્દી જોવા ન મળે તો જ નવાઈ પામવા જેવું રહે છે. જ્યારે રાજકોટમાં પુડલાનું વેચાણ શરૂ થયું ત્યારે તે આટલા બધા ચાલી જશે તેવી ખુદ વેપારીને પણ કલ્પના ન્હોતી પરંતુ જોતજોતામાં જ આ વાનગી એટલી બધીચાલવા’ લાગી કે લોકો એક પુડલું ખાવા માટે દૂર દૂરથી આવી રહ્યા છે. મહિકાનું પુડલ ૪ બાય ૪ની સાઈઝનું હોય છે જે તૈયાર થયા બાદ તેના નાના-નાના પીસ કરીને પીરસવામાં આવે છે. આમ તો એકાદ-બે પુડલા ખાઈએ એટલો લોકો ધરાઈ જાય તે સંભાવનાને નકારી શકાતી નથી એટલા માટે જ આ લેખનું મથાળું એક પુડલું ખાવ'ને ધરાઈ જાય' એવું આપવામાં આવ્યું છે. ખાસ વાત એ પણ છે કે પુડલું તૈયાર થઈ રહેલું જોવું પણ એક લ્હાવો છે અને તૈયાર થયા બાદ ઝટપટ તેને ખાઈ લેવાની તાલાવેલી પણ ગજબ જ ગણવી રહી...! બુધ, શનિવાર અને રવિવારે પુડલાનોઉપાડ’ એટલો બધો થાય છે કે દુકાન પાસે ઉભા રહેવાની જગ્યા મળતી નથી આવો `વટ’ છે મહિકાના પુડલાનો…!

મહિકાના પુડલા' નામ કેવી રીતે પડ્યું ?

સાધુ વાસવાણી રોડ પર ગંગોત્રી ડેરીની સામેમનાલી ઢોસા’ નામે મદ્રાસી વાનગીનું વેચાણ કરતા નીતેશભાઈ સંચાણીયાએ જણાવ્યું કે આમ તો તેમનો મુળ વ્યવસાય સાઉથ ઈન્ડિયન વાનગીઓ જેવી કે ઈડલી-ઢોસા સહિતનું વેચાણ કરવાનો છે પરંતુ આજથી દસેક વર્ષ પહેલાં તેમના કાકા કે જેઓ રાજકોટની ભાગોળે મહિકા ગામમાં રહે છે તેઓ વર્ષોથી પુડલા બનાવતા હતા. આ પુડલા તેઓ વિવિધ પ્રસંગો તેમજ વાડીપ્રોગ્રામ માટે તૈયાર કરીને વેચાણ કરી રહ્યા હતા. બરાબર ત્યારે જ તેમને રાજકોટમાં પુડલાનું વેચાણ કરવાનો આઈડિયા આવ્યો હતો જેનો તાત્કાલિક અમલ કરીને ઉપરોક્ત સરનામે વેચાણ શરૂ કર્યું જે પૂરપાટ દોડી રહ્યું છે.

કઈ વાનગીથી તૈયાર થાય છે પુડલું

  • ચણાનો લોટ
  • આદુ
  • લસણ
  • મરચા
  • કોથમરી
  • લીલું લસણ

પુડલાની પ્લેટ ૧૫૦ રૂપિયાની, ખાવા હોય એટલા ખાવ
નીતેશભાઈ સંચાણીયાએ જણાવ્યું કે મહિકાના પુડલાની પ્લોટ ૧૫૦ રૂપિયાની હોય છે જે અનલિમિટેડ હોય છે મતલબ કે લોકોને જેટલા ખાવા હોય એટલા ખાઈ શકે છે. આજની તારીખે રાજકોટમાં દરરોજ ૪૦૦થી ૫૦૦ પ્લેટનું વેચાણ આરામથી થઈ જાય છે.

પુડલાની સાથે ગીરનારી ખીચડી, જલેબી, સલાડથી સજાવાય છે પ્લેટ…
મહિકાના પુડલાની સાથે ગીરનારી ખીચડી કે જે પાંચ પ્રકારના ધાનથી તૈયાર કરવામાં આવી હોય છે તે પીરસાય છે સાથે સાથે દહીં, જલેબી, ડુંગળીનું સલાડ, છાશ સહિતની વાનગીઓ એકસ્ટ્રા આપવામાં આવે છે. એકંદરે પાંચથી છ વસ્તુઓથી ભરપૂર આ એક ડિશ ખાવામાં આવે એટલે તરબતર જ થઈ જાય તેમાં કોઈ અતિશ્યોક્તિ નથી.

લગ્ન સહિતના પ્રસંગના મેનુ'માં પુડલું ન હોય તો નવાઈ લાગે !

લગ્નગાળાની સીઝન નજીક આવી રહી છે ત્યારે હવે વિવિધ વાનગીઓનુંમેનુ’ તૈયાર થવા લાગશે ત્યારે લગભગ દરેક થાળીમાં મહિકાનું પુડલું ન હોય તો નવાઈ પામવા જેવું જ ખરું ! લોકો ભોજનની થાળીમાં આ વાનગી જરૂર જરૂર જરૂર સામેલ કરતા જ હોવાનું જાણવા મળી રહ્યું છે.

Share Article

Other Articles

Previous

સામે કેમ જુએ છે, પાંચ-પચ્ચીસ માગે છો ? કહી કોન્ટ્રાક્ટર પાસેથી ૨.૮૯ લાખની લૂંટ

Next

વર્લ્ડકપ ફાઈનલ મેચ માટે દોડશે આ સ્પેશિયલ ટ્રેનો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
4 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
રાજકોટમાં ખાનગી કોલેજની આફ્રિકન વિદ્યાર્થિની કુંવારી માતા બની : દેહ વ્યાપાર અંગેના વિવાદ વચ્ચે ચકચારી ઘટના
35 મિનિટutes પહેલા
‘પાર્કિંગ’નાં નામે ઉઘાડી લૂંટ નહિ ચાલે : રાજકોટ એરપોર્ટ પર 12 મિનિટ સુધી પિકઅપ & ડ્રોપ ફ્રી, જાણો 30 મિનિટથી 2 કલાક સુધીનો ચાર્જ
1 કલાક પહેલા
જગદીપ ધનખડનું ઉપરાષ્ટ્રપતિ પદેથી અચાનક રાજીનામું : કોંગ્રેસના નેતા જયરામ રમેશે રાજીનામાં અંગે કર્યો મોટો દાવો
2 કલાક પહેલા
ઉપરાષ્ટ્રપતિ પદ માટે રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ નારાયણ સિંહનું નામ અત્યારે ચર્ચામાં સૌથી મોખરે
2 કલાક પહેલા
Categories

નેશનલ

2276 Posts

Related Posts

India vs England 3rd T20 : રાજકોટમાં ફર્યું વરુણનું ‘ચક્ર’ ઈંગ્લેન્ડને એકલા હાથે નચાવ્યું : પાંચ વિકેટ ખેડવી
ટૉપ ન્યૂઝ
6 મહિના પહેલા
ભારત ચાલાક છે, મીઠું મીઠું બોલીનેઆપણને વેતરી નાખે છે: ડોનાલ્ડ ટ્રમ્પ
ઇન્ટરનેશનલ
9 મહિના પહેલા
દુકાનોની બહાર નેમપ્લેટ લગાવવાના આદેશ વિરુદ્ધ એનજીઓ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી, આવતીકાલે સુનાવણી
Breaking
1 વર્ષ પહેલા
આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોને નજીકની મુસાફરીનો યોગ, કાર્યને પૂરું કરવામાં અડચણો આવશે
ટૉપ ન્યૂઝ
9 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર