લાભ પાંચમ પહેલા સોનાના ભાવમાં મોટો ઉછાળો, જાણો લેટેસ્ટ રેટ
બુલિયન માર્કેટમાં એકવાર ફરીથી તેજી જોવા મળી રહી છે. શરાફા બજારમાં પણ સોનાના ભાવ વધેલા જોવા મળ્યા છે. દમદાર ગ્લોબલ સંકેતોના પગલે સોનું અને ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી છે. ઈન્ટરનેશનલ માર્કેટમાં પણ સોનાના ભાવ દોઢ અઠવાડિયાની ઊંચાઈ પર પહોંચી ગયા છે. જ્યારે ચાંદી એક મહિનાની ઊંચાઈ પર ટ્રેડ થઈ રહી છે.
ક્યારે છે લાભ પાંચમ
લાભ પાંચમ આવતી કાલે એટલે કે 18મી નવેમ્બર 2023ના રોજ શનિવારે ઉજવાશે. તે પહેલા સોનાના ભાવમાં તેજી જોવા મળી રહી છે.
ઘરેલુ બજારમાં સોનું અને ચાંદી
ઘરેલુ વાયદા બજારમાં સોનુ અને ચાંદી તેજીમાં જોવા મળી રહ્યા છે. MCX પર સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો નોંધાયો છે. સોનાનો ભાવ 80 રૂપયા વધીને 60802 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચ્યો જ્યારે ચાંદી પણ 50 રૂપિયા મજબૂત થઈને 73410 રૂપિયા પ્રતિ કિલો જોવા મળી.
બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું 473 રૂપિયા વધીને હાલ 60978 રૂપિયાના સ્તરે જોવા મળી રહ્યું છે. જ્યારે 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ 433 રૂપિયા તેજી સાથે 55856 રૂપિયાના સ્તરે જોવા મળી રહ્યું છે. ચાંદીની વાત કરીએ તો હાલ ચાંદી પ્રતિ કિલો 355 રૂપિયા વધીને 73210 રૂપિયાના સ્તરે જોવા મળી છે.
ઈન્ટરનેશનલ માર્કેટમાં સોનું
ઈન્ટરનેશનલ સ્પોટ માર્કેટમાં સોનાનો ભાવ દોઢ અઠવાડિયાની ઊંચાઈ પર ટ્રેડ થઈ રહ્યો છે. કોમેક્સ પર સોનાનો ભાવ 1990 ડોલર પ્રતિ ઔંસ પર કારોબાર થઈ રહ્યો છે. જ્યારે ચાંદી પણ 24 ડોલરની નજીક પહોંચી છે. કોમેક્સ પર સોનાને US FED થી વ્યાજદરોમાં વધારો અટકવાના ટ્રિગરથી સપોર્ટ મળી રહ્યો છે. જો કે કિંમતો 20 ડોલર વધીને નવા શિખર પર પહોંચી. ચાંદી પણ એક મહિનાના હાઈ પર પહોંચી ગઈ.
કેવી રીતે નક્કી થાય છે સોનાના ભાવ
સોનાના ભાવ ઘણું ઘરું બજારમાં સોનાની ડિમાન્ડ અને સપ્લાયના આધારે નક્કી થાય છે. સોનાની માંગણી વધશે તો રેટ પણ વધશે. ગોલ્ડનો સપ્લાય વધશે તો ભાવ ઘટશે. સોનાની કિંમત વૈશ્વિક આર્થિક સ્થિતિઓથી પણ પ્રભાવિત થાય છે. દાખલા તરીકે જો ઈન્ટરનેશનલ ઈકોનોમી ખરાબ પ્રદર્શન કરી રહી છે તો રોકાણકારો સુરક્ષિત રોકાણના વિકલ્પ તરીકે ગોલ્ડમાં રોકાણ કરશે. તેનાથી સોનાની કિંમત વધી જશે.