રાજકોટ જેલના 43 કેદીઓને દિવાળીની 15 દિવસની પેરોલ
બંદીવાન કેદીઓ અને પરિવારમાં ખુશી :જેલની બહાર આજે લાગણીસભર દ્રશ્યો સર્જાયા
ગુજરાત સરકાર દ્વારા જેલના કેદીઓને દિવાળી ભેટ આપવામાં આવી છે. રાજ્ય સરકારે કેદીઓને 15 દિવસની પેરોલ આપતા કેદીઓ અને તેમનો પરિવાર બંને રાજીના રેડ થઇ ગયા છે. રાજ્ય સરકારે રાજકોટની મધ્યસ્થ જેલના 43 જેટલા કેદીઓને 15 દિવસની પેરોલ આપી છે. જેથી તેઓ દિવાળીના તહેવાર પર પોતાના ઘરે જઇ શકે. રાજ્ય સરકારની આ કામગીરીને કેદીઓએ પણ વખાણતા કેદીઓએ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.સરકારે દિવાળીના તહેવારમાં કેદીઓને ઘરે જવાની રજા આપતા રાજકોટ મધ્યસ્થ જેલની બહાર લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. એક બાદ એક કેદી જ્યારે જેલની બહાર નીકળી રહ્યાં હતા ત્યારે તેડવા આવેલા કોઈનાં બાળકો તો કોઈની માતા તેઓને ભેટી-ભેટીને રડતા નજરે પડી રહ્યાં હતાં. જેલની બહાર એવો માહોલ સર્જાયો હતો કે આ દ્રશ્યો જોઈને ત્યાં ઉપસ્થિત સૌ કોઈની આંખમાંથી આંસુ સરી પડે. દિવાળીનાં તહેવાર નિમિતે મહિલા કેદીઓ તથા ૬૦ વર્ષ કે તેથી વધુ વય ધરાવતા પુરૂષ કેદીઓ
તેનાં કુટુંબીઓ સાથે ખુશાલીથી દિવાળીનો તહેવાર ઉજવી શકે તે હેતુસર કેદીઓને આજથી થી કુલ-૧૫(પંદર) દિવસ માટે નિયમ અનુસાર યોગ્ય શરતોમુજબ અને જામીન લઇને પેરોલ મંજુર કરવાના હુકમ થયેલ છે.૨૬પુરૂષ તથા ૧૭મહિલામળી કુલ-૪૩ બંદીવાનોને પેરોલ પર મુક્ત કર્યા હતા તેમજ બંદીવાનોને રાજકોટ મધ્યસ્થ જેલ તરફથીજેલની બનાવટની મીઠાઇ શુભેચ્છાના ભાગરૂપે આપવામાં આવેલ. આ ઉપરાંત પ્રત્યેક બંદીવાનનેરાજ્યની જેલોના વડા ડૉ.કે.એલ.એન.રાવ દ્વારા પાઠવવામાં આવેલ શુભેચ્છા સંદેશ
આપવામાં આવેલ છે. રાજકોટ મધ્યસ્થ જેલ અધિક્ષક નાસિરૂદીન એસ.એલ. તેમજનાયબ અધિક્ષક બી.બી.પરમાર દ્વારા દીવાળી તેમજ નવા વર્ષની તમામ બંદીવાનો તેમજતેમના પરીવારોને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.