કાશ્મીરમાં આતંકીઓએ યુપીના મજૂરની કરી હત્યા
પુલવામા પાસેના એક ગામમાં ઘૂસીને બેફામ ગોળીબાર, જવાનોએ વિસ્તાર ઘેર્યો
કાશ્મીરમાં આતંકીઓના હુમલા અને હિંસા ચાલુ જ રહ્યા છે. ભારત વિરોધી સંગઠનો સતત હિંસા કરાવી રહ્યા છે. ફરી એક વખત આતંકવાદીઓએ પ્રવાસી મજૂરની ગોળી મારીને હત્યા કરી નાખી હતી. આ મામલો પુલવામાના એક ગામનો છે. જ્યાં યુપીના રહેનારા મુકેશ કુમારને આતંકવાદીઓએ નિશાન બનાવ્યો હતો.
આ ઘટના બાદ વિસ્તારમાં સઘન સુરક્ષા વ્યસ્થા ગોઠવી દેવામાં આવી હતી. આ ઘટનાને અંજામ આપ્યા બાદ આતંકવાદી ફરાર થવામાં સફળ રહ્યો હતો. પોલીસે સીઆરપીએફ અને આર્મીના જવાનોની સાથે મળીને ઘટના સ્થળ અને તેની આસપાસના વિસ્તારોને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
જમ્મુ અને કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે આજે કહ્યું કે, પોલીસ આ બાબતોને હળવાશથી ન લઈ શકે અને હજુ પણ ખતરો યથાવત હોવાથી એલર્ટ રહેવું પડશે. દિલબાગ સિંહ રવિવારે શ્રીનગરના ઈદગાહ વિસ્તારમાં પોલીસ અધિકારી પર થયેલા હુમલાનો ઉલ્લેખ કરી રહ્યા હતા