જમ્મુ – કાશ્મીરમાં હમાસની સ્ટાઇલથી હુમલો કરાવી શકે પાકિસ્તાન
ઇન્ટેલિજન્સ એજન્સીઓને હાઇ એલર્ટ, મોટાપાયે ઘૂસણખોરી કરાવી શકે
વૉઇક ઇઓએફ ડે નવી દીલ્હી
હમાસ અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુધ્ધ વચ્ચે ભારત પણ સક્રિય છે અને ઇન્ટેલિજન્સ એજન્સીઓને એવા ઈનપુટ મળ્યા છે કે હમાસની સ્ટાઇલથી જ જમ્મુ – કાશ્મીરમાં પાકિસ્તાન હુમલા અને ઘૂસણખોરી કરાવી શકે છે. દેશના ગુપ્તચરો કામે લાગી ગયા છે.
રિપોર્ટમાં જણાવ્યા મુજબ પાકિસ્તાનમાં સોસિયલ મીડિયા પર એવી ચર્ચા થઈ રહી છે કે જે રીતે હમાસે ઇઝરાયલ પર હુમલો કર્યો છે બરાબર એ જ રીતે આતંકી સંગઠનો જમ્મુ કાશ્મીરમાં ઘૂસીને હુમલા કારી શકે છે. પાકના આતંકી સંગઠનો મોટાપાયે ઘૂસણ ખોરી કરી શકે છે.
જો કે જમ્મુ કાશ્મીરમાં ડગલે ને પગલે જવાનો સાબડા છે અને ઇઝરાયલ તથા કાશ્મીર ની ભૌગોલિક સ્થિતિ જુદી છે માટે એવું બની શકે નહીં પણ ગુપ્તચર એજન્સીઓ કોઈ ચાંસ લેવા માંગતી નથી. ગ્લાઈડરમાં બેસીને આતંકીઓ હમાસની જેમ હુમલો કરી શકે એમ નથી.
આ બાબતે કાશ્મીરમાં હાઇ લેવલની સુરક્ષા સમીક્ષા થઈ ચૂકી છે. બોર્ડર પર સુરક્ષા વધારી દેવાઈ છે. શિયાળાની સિઝનમાં જ્યાંથી ઘૂસણ ખોરીની શક્યતા રહેલી છે તેવા પોનત પર વધારાના દળો મૂકી દેવાયા છે. પાકના સોસિયલ મીડિયામાં આ પ્રકારની ચર્ચાથી એજન્સીઓ સાબડી છે.