Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝનેશનલ

એરલાઈન્સ સામે કેંદ્ર સરકારે કરી લાલ આંખ, દરેક સીટને ‘પેઈડ’ દર્શાવવા મુદ્દે કરી ટકોર

Thu, October 26 2023

છેલ્લા એક વર્ષમાં એરલાઈન્સ સંદર્ભે 10 હજાર જેટલી ફરિયાદો નોંધાઈ છે.
ટિકિટ કેન્સલ કરાવ્યા પછી એરલાઈન્સ રિફંડ આપવામાં ધાંધિયા કરે છે.

કેંદ્ર સરકારે એરલાઈન્સ અને ઓનલાઈન ટ્રાવેલ એગ્રીગેટર્સ સામે લાલ આંખ કરી છે. ફ્લાઈટની ટિકિટ બુક કરાવો ત્યારે વેબ-ચેક ઈન કરવું પડે છે અને જો ના કર્યું હોય એરપોર્ટ પર જઈને કરાવો ત્યારે એરલાઈને નક્કી કરેલો ચાર્જ ચૂકવવો પડે છે. એવામાં એરલાઈન્સ અને ઓનલાઈન ટ્રાવેલ એગ્રીગેટર્સ ફ્રી મેન્ડેટરી વેબ ચેક-ઈનનો વિકલ્પ આપવા છતાં દરેક સીટને પેઈડ તરીકે દર્શાવે છે. ઉપરાંત કન્ફર્મ ટિકિટ હોવા છતાં કેટલાક મુસાફરોને બોર્ડિંગ કરતા અટકાવાય છે અને ટિકિટ કેન્સલ કરાવી હોય તો રિફંડ પણ નથી આપવામાં આવતું. એરલાઈન્સના આવા બધા ગતકડાં સામે જ કેંદ્ર સરકારે નારાજગી દર્શાવી છે.

ગ્રાહક બાબતોના સચિવ રોહિત કુમાર સિંહે આ મુદ્દો ઉઠાવતાં કહ્યું કે, એરલાઈન્સ ઓનલાઈન એવી ઓફરો મૂકે છે જેના કારણે ગ્રાહકોની નિર્ણયશક્તિ પ્રભાવિત થાય છે. આને ડાર્ક પેટર્ન ગણવામાં આવે છે,

ગ્રાહક બાબતોના વિભાગનું કહેવું છે કે, આવી લોભામણી અને છેતરતી ઓફરો ઓનલાઈન આપીને એરલાઈન્સ ડાર્ક પેટર્નનો ઉપયોગ કરે છે. જેના લીધે ગ્રાહકોના હિતોનું રક્ષણ નથી થતું. એરલાઈન્સના આ વ્યવહારને કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ અંતર્ગત વેપારનો ખોટો વ્યવહાર ગણવામાં આવે છે.

એરલાઈનને લગતી ફરિયાદો કરવા માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા એર સેવા સર્વિસ નામનું પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. કેટલાય મુસાફરોએ રિફંડ સહિતના મુદ્દે પોર્ટલ પર ફરિયાદ કરી છે. પરંતુ હજી સુધી સરકાર આ મુદ્દાઓના સમાધાન માટે એરલાઈન્સ પાસેથી યોગ્ય જવાબ નથી માગી શકી. ગ્રાહક બાબતોના સચિવ રોહિત કુમારે નોંધ્યું કે, ફરિયાદોનો ઊચો દર દર્શાવે છે કે, ગ્રાહકોની સમસ્યાઓની ગંભીરતાપૂર્વક નોંધ નથી લેવામાં આવતી.

નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઈન (NCH) પાસે છેલ્લા એક વર્ષમાં એરલાઈન્સ સંદર્ભે 10 હજાર જેટલી ફરિયાદો નોંધાઈ છે, તેમ ગ્રાહક બાબતોના વિભાગે ઉમેર્યું. આગામી પખવાડિયામાં ગ્રાહક બાબતોનો વિભાગ બધી જ ડોમેસ્ટિક એરલાઈન્સના CEO અને ઓનલાઈન ટ્રાવેલ એગ્રીગેટર્સ સાથે બેઠક યોજશે. જેમાં ગ્રાહકોની ફરિયાદો અને ચિંતાઓ અંગે ચર્ચા કરવામાં આવશે.

નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઈનના ડેટા પ્રમાણે, ગ્રાહકોની કુલ ફરિયાદોમાંથી 41 ટકા ફરિયાદો રિફંડને લગતી છે. ફ્લાઈટની ટિકિટ કેન્સલ કરાવ્યા પછી એરલાઈન્સ રિફંડ આપવામાં જે ધાંધિયા કરે છે તે અંગે કેટલાય મુસાફરો ફરિયાદ નોંધાવી ચૂક્યા છે. જે બાદ સેવાની ખામીનો ક્રમ આવે છે. 15 ટકા ગ્રાહકોએ એરલાઈનની સેવાઓ સામે અસંતોષ વ્યક્ત કર્યો છે. જ્યારે 5 ટકા ગ્રાહકોની ફરિયાદ બોર્ડિંગને લગતી છે. મુસાફરોની ફરિયાદ છે કે, તેમની પાસે યોગ્ય ટિકિટ હોવા છતાં તેમને બોર્ડિંગ કરતાં રોકવામાં આવ્યા હતા. ગ્રાહક બાબતોના વિભાગનું કહેવું છે કે, મુસાફરને બોર્ડિંગ ના કરવા દેવાતાં તેને મુસાફરી કેન્સલ કરવી પડે છે અથવા ઊંચી કિંમત ચૂકવીને નવી ટિકિટ ખરીદવી પડે છે.

ગ્રાહકો સાથેની વાતચીત દરમિયાન એરલાઈન ફ્રી મેન્ડેટરી વેબ ચેક-ઈનનો દાવો કરે છે પરંતુ જ્યારે ગ્રાહક વેબ ચેક-ઈનની પ્રક્રિયા કરે ત્યારે દરેક સીટ પેઈડ દર્શાવવામાં આવે છે. આ મુદ્દે ગ્રાહક બાબતોના વિભાગે કહ્યું કે, વધારાના રૂપિયા ચૂકવીને ફ્લાઈટની ટિકિટ બુક કરાવવા સિવાય ગ્રાહકો પાસે કોઈ વિકલ્પ બચતો નથી. કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ અંતર્ગત ટ્રાન્સપોર્ટને સેવાની વ્યાખ્યા હેઠળ દર્શાવાયું છે.

Share Article

Other Articles

Previous

ગૃહિણીઓ માટે સારા સમાચાર, છેલ્લા 8 દિવસમાં સિંગતેલના ડબ્બામાં 125 થી 130 રૂપિયાનો ઘટાડો

Next

ભારતની યોજનાથી ખિજાઈને હમાસે ઇઝરાયલ પર હુમલો કર્યો : બાયડને રોન કાઢી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મહાપાલિકાની વેરા વસુલી શાખા આકરાં પાણીએ: ૧૫૪૦થી વધુને જપ્તી નોટિસ
5 કલાક પહેલા
રેલવે એન્જિનમાંથી ડીઝલ ચોરીનું ચાલતુ રેકેટ પકડાયું
5 કલાક પહેલા
રિક્ષામાં મુસાફરોને શિકાર બનાવતા પિતા-પુત્ર, પુત્રવધૂની ત્રિપુટી પકડાઇ
5 કલાક પહેલા
બોર્ડની પરીક્ષાની તૈયારીઓ તેજચૌધરી હાઈસ્કૂલમાં સ્ટ્રોંગ રૂમ કાર્યરત, ધો.૧૦નાં પ્રશ્નપત્રો સીલ
6 કલાક પહેલા
Categories

નેશનલ

2895 Posts

Related Posts

મોહિત શર્માના નામે IPLમાં નોંધાયો સૌથી શરમજનક રેકોર્ડ
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
રાજકોટની 16 વર્ષીય સગીરાનું અપહરણ કરી નરાધમે ગોવામાં આચર્યું દુષ્કર્મ : ઇન્સ્ટા પર પ્રેમજાળમાં ફસાવી 1 મહિનો હોટલમાં રાખી
ક્રાઇમ
7 મહિના પહેલા
ગુજરાતીઓને ઠગ કહેવા અંગેના કેસમાં રાજદના નેતા તેજસ્વી યાદવને સુપ્રીમ કોર્ટમાંથી મળી રાહત, મામલો રદ કરાયો
Breaking
2 વર્ષ પહેલા
Vice-President Election : રાધાકૃષ્ણનની સામે સુદર્શન રેડ્ડી! NDA ઉમેદવાર રાધાકૃષ્ણને ઉમેદવારી નોંધાવી, PM મોદી બન્યા પ્રથમ પ્રસ્તાવક
ટૉપ ન્યૂઝ
6 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર