યુએનની સલામતી પરિષદમાં ફરી પાકે કાશ્મીરનો ચીપિયો પછાડ્યો
ભારતે સાફ કહી દીધું કે તમે જવાબ આપવાને લાયક જ નથી, પાકનું મોઢું બંધ કર્યું
અનેક વખત બેઈજ્જતી સહન કરી છતાં પણ પાકિસ્તાન કાશ્મીરનો ચીપિયો પછાડ્યા વગર રહતું નથી. આંતરરાષ્ટ્રીય મંચો પર પાકિસ્તાન અવારનવાર કાશ્મીર મુદ્દા નો ઉલ્લેખ કરતું રહે છે અને દર વખતે મોટાભાગના ફોરમમાં ભારત તરફથી આકરા પ્રહારો સાથે જવાબ આપવામાં આવે છે.
ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદની બેઠક દરમિયાન પાકિસ્તાને કાશ્મીરનો મુદ્દો ઉઠાવતા ભારતે તેનો જવાબ ન આપવાનો નિર્ણય કર્યો હતો. ભારતે કહ્યું કે પાકિસ્તાને ઉઠાવેલા આ પ્રશ્નનો જવાબ આપવાને લાયક નથી કે ન તો ભારત આ મુદ્દે જવાબ આપીને મામલાને વધારવા માંગે છે.
ગઈકાલે સંયુક્ત રાષ્ટ્ર પરિષદ માં ઈઝરાયેલ-હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ અને તેના કારણે પશ્ચિમ એશિયામાં સર્જાયેલી સ્થિતિને લઈને ચર્ચા ચાલી રહી હતી ત્યારે પાકિસ્તાનના પ્રતિનિધિ મુનીર અકરમે કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. જો કે ભારત તરફથી નાયબ સ્થાયી પ્રતિનિધિ આર રવિન્દ્ર એ કહ્યું હતું કે પાકિસ્તાન પ્રતિનિધિમંડળ તરફથી ભારતના કેન્દ્રશાસિત પ્રદેશો (Union પર ટિપ્પણી કરી હતી જે ભારતના અભિન્ન અને અવિભાજ્ય અંગ છે. આર રવિન્દ્રએ કહ્યું હતું કે હું આ ટિપ્પણીઓને એવી રીતે જ અવગણીશ જેના તેઓ લાયક છે અને સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને તેના પર પ્રતિક્રિયા આપીને તેને વધુ ખરાબ કરવા માંગતો નથી.
