યુધ્ધની ભયંકર અસર શરૂ, નોકીયા કંપની 14 હજાર કર્મીઓને નવરા કરશે
છટણીની તૈયારી, બીજી મોટી કંપનીઓ પણ છટણી કરવા માંગે છે, બેરોજગારી વધશે
ઈઝરાયલ-હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને હવે ધીમે ધીમે તેની ભયંકર આડ અસરો બહાર આવી રહી છે. અનેક કંપનીઓ મુશ્કેલીમાં મુકાઇ છે અને બેરોજગારી વધારવા માટે મજબૂર બની છે.મોટા પાયે કર્મીઓની છટણી થવાની છે. તો બીજી બાજુ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલે છે. આ દરમિયાન 2022થી જ દુનિયાભરમાં મંદીનું સંકટ જોવા મળી રહ્યું છે. હવે નોકીયા કંપની પણ 14 હજાર કર્મીઓની છટણી કરશે તેવી વાત બહાર આવી છે.
કર્મચારીઓની છટણી કરવાની યાદીમાં દુનિયાની સૌથી મોટા સર્ચ એન્જિન ગૂગલથી લઈને ફેસબુકની પેરેન્ટ કંપની મેટા સૌથી આગળ રહી છે. જોકે હવે આ યાદીમાં વધુ એક મોટું નામ નોકિયાનું ઉમેરાઈ ગયું છે. નોકિયાએ તેના 14,000 કર્મચારીઓની છટણી કરવાનો નિર્ણય લીધો છે.
અહેવાલ અનુસાર ફિનિશ ટેલીકોમ ગિયર ગ્રૂપ નોકિયા એ કહ્યું કે ઉત્તર અમેરિકા જેવા બજારોમાં 5G ડિવાઈસના ધીમા વેચાણને લીધે ત્રીજા ત્રિમાસિકમાં સેલ્સમાં મોટો ઘટાડો થયો છે. વેચાણમાં 20 ટકાનો ઘટાડો થયો છે. આ ઘટાડા બાદ નવા કોસ્ટ સેવિંગ્સ પ્લાન હેઠળ 14,000 નોકરીઓમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવાયો છે. આ છટણીની સાથે જ કંપનીના વર્તમાન કર્મચારીઓની સંખ્યા 86,000થી ઘટીને 72,000 થઈ જશે.