ગાઝામાં હોસ્પિટલ પર હુમલાની જવાબદારી નક્કી થવી જોઈએ: મોદી
વડાપ્રધાને આ પ્રકારના હુમલાની સખત ટીકા કરી મૃતકોને શ્રધ્ધાંજલિ આપી
વોઇસ ઓફ ડે નવી દીલ્હી
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા 12 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે ગાઝા પટ્ટીમાં અલ અહલી અરબ હોસ્પિટલ ખાતે ઈઝરાયલી સૈન્યના કથિત રૂપે મિસાઈલ હુમલામાં 500થી વધુ લોકોના મોત થયા હતા. આ હુમલા પર વડાપ્રધાન મોદીએ દુઃખ વ્યક્ત કર્યું હતું અને આવા હુમલાની આકરી આલોચના કરી હતી. એમણે કહ્યું છે કે હુમલાની જવાબદારી નક્કી થવી જોઈએ.
ગાઝા પટ્ટીમાં અલ અહલી હોસ્પિટલ પર થયેલા હુમલા વડાપ્રધાન મોદીએ શોક વ્યક્ત કરીને મૃતકોને શ્રદ્ધાંજિલ આપી હતી . એમણે પોતાના સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને લખ્યું હતું કે હુમલામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારો પ્રત્યે મારી સંવેદના. હું ઘાયલોના ઝડપથી સાજા થવાની પ્રાર્થના કરું છું.
સંઘર્ષમાં નાગરિકોની જાનહાનિ એ ગંભીર છે. આ ઉપરાંત પીએમ મોદીએ એમ પણ લખ્યું હતું કે આ હુમલા પાછળ કોણ છે, તેની જવાબદારી નક્કી થવી જોઈએ. ઉલ્લેખનીય છે કે આ હુમલામાં 500થી લોકોના મોત થયા હતા જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.