તમિલનાડુમાં ફટાકડાંની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં 11 લોકો જીવતા સળગ્યાં, સેમ્પલ ટેસ્ટમાં બની દુર્ઘટના
દિવાળીના તહેવારો નજીકમાં છે. ત્યારે ફટાકડાં બનાવતી કંપનીઓ પણ બે પાળીમાં ધમધોકાર કામ કરીને ફટાકડાં બનાવી રહી છે તેમાં ફટાકડાં કંપનીના બ્લાસ્ટ અને મોતની એક મોટી ઘટના સામે આવી છે. તમિલનાડુના વિરૃધનગરની ફટાકડાંની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં 11થી વધુ લોકોના મોત થયાં છે જ્યારે ઘણા દાઝ્યાં છે. મૃતકોમા 9 જેટલી તો મહિલાઓ હતી જેઓ ફટાકડાં બનાવી રહી હતી.
બળી ગયેલી લાશો બહાર કઢાઈ
મૃતકોમાં 9 મહિલાઓ પણ છે અને તથા 2 વર્કર છે, આ તમામની બળી ગયેલી લાશો બહાર કાઢવામાં આવી છે. જ્યારે દાઝેલાની સારવાર ચાલી રહી છે.
કેવી રીતે થયો બ્લાસ્ટ
ફેક્ટરીમાં જ્યારે ફટાકડાંનું સેમ્પલ ટેસ્ટિંગ થઈ રહ્યું હતું બરાબર ત્યારે બ્લાસ્ટ થયો હતો અને કારણે મોટા ફટાકડાં ધડાધડ ફૂટવા લાગ્યાં હતા જેને કારણે મોટી આગ ફેલાઈ અને ત્યાં કામ કરી રહેલા લોકોને બહાર જવાની પણ તક ન મળી અને બધા તેમાં જીવતા બળી ગયા.
કાયદેસર છે ફટાકડાંની ફેક્ટરી
વિરૃધનગર પોલીસના જણાવ્યા પ્રમાણે જે ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો છે તે કાયદેસરનું લાઈસન્સ ધરાવે છે અને હાલ તપાસ ચાલી રહી છે.
દિવાળીના તહેવાર નજીકમાં ત્યારે બની ઘટના
ઉલ્લેખીય છે કે દિવાળીના તહેવારો આડે 1 મહિના કરતાં પણ ઓછો સમય રહ્યો છે અને ત્યારે આવી ઘટના બની છે.
