કરણપરામાં નામચીન શખ્સ આણી ટોળકીનો બે ભાઈઓ ઉપર હુમલો
સામું જોવા જેવી સામાન્ય બાબતે સરા જાહેર બઘડાટી બોલી જતાં મામલો તંગ એ-ડિવિઝન પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ
કરણપરા ચોક નજીક નામચીન શખ્સ અને તેના સાગરીતોએ ફરસાણની દુકાનમાં કામ કરતાં બે ભાઈઓ ઉપર હુમલો કરતાં મામલો તંગ બનતા પોલીસ કાફલો કરણપરા ખાતે દોડી ગયો હતો. ઇજાગ્રસ્ત બંને ભાઈઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.
કરણપરા ચોક નજીક આવેલ આર.કે પાન પાસે ભગતગ્રુપના રણજીત ચાવડીયાને સામુ જોવા બાબતે ફરસાણની દુકાનમાં નોકરી કરતાં આશિષ પંડ્યા અને રાજુ પંડ્યા સાથે માથાકૂટ થઈ હતી અને બંને સામે સામે આવી ગયા હતા. જેમાં રણજીત ચાવડીયાઅંને તેના ભત્રીજા સહિતના સાગરીતોએ આશિષ પંડ્યા અને રાજુ પંડ્યા પર સરા જાહેર હુમલો કર્યો હતો. ઘવાયેલા બંનેને ભાઈઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. આ ઘટનાની જાણ થતાં એ-ડિવિઝન પોલીસ કાફલો પહોંચ્યો કરણપરામાં પહોંચ્યો હતો. રણજીત અગાઉ અનેક વખત પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. આ મામલે પોલીસે ગુનો નોંધી હુમલા બાદ નાશી છૂટેલા હુમલાખોરોને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે.