સર્વોચ્ચ અદાલતે સમલૈંગિક લગ્નને કાનૂની માન્યતા આપવાનો ઇનકાર કરી દીધો હતો.ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયા ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ સંજય કિશન કૌલ, જસ્ટિસ હિમા કોહલી, જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ્ટ અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની બેન્ચે આ ચુકાદામાં સજાતીય સંબંધો તેમજ ટ્રાન્સજેન્ડર લોકોના અધિકારો અંગે મહત્વની ટિપ્પણીઓ કરી હતી.
મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચૂડે મંગળવારે આ કેસમાં ચૂકાદો સંભળાવતા કહ્યું કે, આ કેસમાં ન્યાયાધીશોના ચૂકાદા વિભાજિત છે. કુલ ચાર ચૂકાદા છે. કેટલાક સહમતિના છે અને કેટલાક અસહમતીના છે. કોર્ટ કાયદો બનાવી શકતી નથી, પરંતુ કાયદાની વ્યાખ્યા કરી શકે છે. કોર્ટ સંસદ પર કાયદો બનાવવા દબાણ પણ કરી શકતી નથી.
તેમણે કહ્યું કે સમલૈંગિક લગ્નનો વિષય સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ આવે છે અને અને તે સંસદના અધિકાર ક્ષેત્ર હેઠળ છે. અદાલત તેમાં હસ્તક્ષેપ કરશે નહીં. તેમણે સમલૈંગિક લોકોને રાશન કાર્ડ ટેન્શન ગ્રેજ્યુટી તથા વારસા બાબતે થતી સમસ્યાન વ્યવહારિક ઉકેલ માટે કમિટી નીમવાનો પણ આદેશ કર્યો હતો.
ચીફ જસ્ટીસે કહ્યું કે સ્પેશિયલ મેરેજ એક્ટમાં પરિવર્તનની જરૂર છે. એક મોટો વર્ગ આવા પરિવર્તનનો વિરોધ કરે છે. પણ એ અંગેનો અંતિમ નિર્ણય સંસદે કરવાનો છે. તેમણે કહ્યું કે આ આ કાયદો રદ કરવામાં આવશે તો દેશ આઝાદી પૂર્વેના યુગમાં ચાલ્યો જશે.
18 સમલૈંગિક યુગલોએ સજાતીય લગ્નને કાનૂની માન્યતા આપવા માટેની કરેલી અરજી ઉપર સર્વોચ્ચ અદાલતે આ ચુકાદો આપ્યો હતો. નોંધનીય છે કે આ અગાઉ સર્વોચ્ચ અદાલતે સજાતીય સંબંધોને માન્યતા આપી હતી આ સંજોગોમાં સમલૈંગિક લગ્ન અંગે અદાલત કેવું વલણ અપનાવે છે તે તરફ સૌની મીટ મંડાયેલી હતી.
અદાલત કાયદાનું અર્થઘટન કરી શકે કાયદો બનાવી ન શકે
મુખ્ય ન્યાયાધીશે કહ્યું, કોર્ટ માત્ર કાયદાનું અર્થઘટન કરી શકે છે, તે કાયદો ન બનાવી શકે. તેમણે ઉમેર્યું કે, સંસદ અથવા રાજ્યની વિધાનસભાઓને લગ્નની નવી સંસ્થા બનાવવા માટે દબાણ કરી શકાય નહીં. સ્પેશિયલ મેરેજ એક્ટ સમલૈંગિક લગ્નને માન્યતા નથી આપતો એ કારણે તેને ગેરબંધારણીય જાહેર કરી શકાય નહીં. એ કાનૂનમાં ફેરફારની જરૂર છે કે કેમ તે સંસદે નક્કી કરવાનું છે અને અદાલતે કાયદાકીય ક્ષેત્રમાં પ્રવેશવામાં સાવધાની રાખવી જોઈએ.
ટ્રાન્સજેન્ડર કરી શકે છે વિજાતીય લગ્ન
ચીફ જસ્ટિસે કહ્યું કે જો કોઈ વ્યક્તિ કોઈની સાથે સંબંધ બાંધવા માંગે છે, તો તેના જાતીય વલણના આધારે આ અધિકારને રોકી શકાય નહીં. તેમણે કહ્યું કે ટ્રાન્સજેન્ડર લોકોને વ્યક્તિગત કાયદા સહિત હાલના કાયદાઓ હેઠળ વિજાતીય સંબંધોમાં પ્રવેશવાનો અને લગ્ન કરવાનો અધિકાર છે.
સમલૈંગિક યુગલો બાળક દતક નહીં લઈ શકે
સમલૈંગિક યુગલોને બાળક દત્તક લેવાના અધિકાર પર સુપ્રીમ કોર્ટના પાંચ જજોનો મત અલગઅલગ હતો. મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડ અને જસ્ટિસ એસકે કૌલ સમલૈંગિક યુગલોને દત્તક લેવાનો અધિકાર મળે તેના પક્ષમાં હતા. ત્યારે ત્રણ જજો જસ્ટિસ પીએસ નરસિમ્હા, જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ રવીન્દ્ર ભટ્ટ તેના વિરોધમાં હતા. એટલે સમલૈંગિક યુગલોને આ અધિકાર નહીં મળે.
સજાતીય યુગલોને અધિકાર આપવા જરૂરી
સુપ્રીમ કોર્ટે કહ્યું કે લગ્નના અધિકાર વગર એલજીબીટીક્યુ સમુદાયના સભ્યોને સાથી પસંદ કરવાનો અને અંતરંગ સંબંધ રાખવાનો અધિકાર છે અને સરકારે કેટલાક અધિકારોને માન્યતા આપવી જોઈએ જેથી આવાં યુગલો સમાગમના અધિકારોથી વંચિત ન રહે. લગ્નના અધિકારમાં પોતાના સાથીની પસંદગીનો અધિકાર અને લગ્નની માન્યતાનો અધિકાર પણ સામેલ છે. મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે, “આવા સંબંધોને માન્યતા ન આપવી એ ક્વીયર કપલ્સ સાથે ભેદભાવ હશે.
સજાતીય સંબંધો માત્ર શહેરી વર્ગ સુધી મર્યાદિત નથી
ચીફ જસ્ટિસે કહ્યું કે એવું નથી કે માત્ર કોઈ અંગ્રેજી બોલતો વ્હાઇટ કોલર માણસ જ ગે હોવાનો દાવો કરી શકે. વાસ્તવમાં, ગામમાં ખેતીના કામમાં રોકાયેલી મહિલા પણ લેસ્બિયન હોવાનો દાવો કરી શકે છે. તેમણે કહ્યું કે શહેરોમાં રહેતા તમામ લોકોને ભદ્ર ન કહી શકાય.
લગ્નના કાયદામાં અગાઉ પણ અનેક ફેરફાર થયા છે
મુખ્ય ન્યાયાધીશે કહ્યું અદાલત ઇતિહાસકાર નથી પણ લગ્નની સંસ્થામાં સમયાંતરે અનેક પરિવર્તનો આવ્યા છે શક્તિપ્રથા અને વિધવા પુનઃ લગ્ન તેમજ આંતરડમીય વિવાહ પ્રથામાં અનેક ફેરફાર થયા છે અને આ બધા પરિવર્તનો સંસદના માધ્યમથી થયા છે.
જસ્ટિસ કૌલનો જુદો સુર
જસ્ટિસ કૌલે કહ્યું, ‘આ ઐતિહાસિક અન્યાય અને ભેદભાવને સુધારવાની તક છે. આવી સ્થિતિમાં આવા સંબંધો કે લગ્નને ઓળખવાની જરૂર છે. તેમણે કહ્યું કે સજાતીય અને વિજાતીય સબંધોને એક સિક્કાની બે બાજુઓ તરીકે જોવી જોઈએ