ઈશાન અમારો `કિંમતી’ ખેલાડી, પડતો મુકીને દુ:ખ થયું: રોહિત
પાકિસ્તાન સામે ભારતીય ટીમમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. ટીમમાં ઈશાન કિશનની જગ્યાએ ડેંગ્યુગ્રસ્ત શુભમન ગીલની વાપસી થઈ હતી. આ બાબતે રોહિતે કહ્યું કે ટૂર્નામેન્ટમાં ટીમનો માહોલ આરામદાયક રહે તે સૌથી મહત્ત્વપૂર્ણ વાત છે. તેણે કહ્યું કે ઈશાનની જગ્યાએ ગીલની વાપસી થઈ છે ત્યારે ઈશાનનું પડતું મુકાવું દૂર્ભાગ્યપૂર્ણ છે. તેણે ટીમમાં ત્યારે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે જ્યારે તેની જરૂર હતી. બીજી બાજુ ગીલ પાછલા એક વર્ષથી અમારા માટે વિશેષ ખેલાડી રહ્યો છે. ખાસ કરીને અમદાવાદનું મેદાન તેને ખૂબ જ માફક આવે છે.
