હાલારની બે હરણીઓ દોડતી રહી..
સુજાન અને રાબીયાનો દંગલ ફિલ્મ જવો સંઘર્ષ,પિતાનું સપનું સાકાર કરી ક્રિકેટ ક્ષેત્રે કાઠું કાઢી દેશમાં ઓળખ બનાવી
સૌરાષ્ટ્રમાં ક્રિકેટ ક્ષેત્રે જામનગરનો ઇતિહાસ વર્ષોથી ઉજળો રહ્યો છે જામ રણજીતસિંહજી થી લઈ અને હાલની નવી પેઢીએ પણ તેના સાહસ અને ખંતથી આ ઉજળા ઇતિહાસને આગળ વધાર્યો છે. અજય જાડેજા અને રવીન્દ્ર જાડેજા જેવા નમી ખેલાડીઓ પણ જામનગરનું નામ રોશન કયું છે. ત્યારે ક્રિકેટ ક્ષેત્રે જામનગરની દીકરીઓએ પિતાનું સપનું પૂરું કરી ક્રિકેટ ક્ષેત્રે કાઠુંકાઢી દેશમાં ઓળખ ઉભી કરી છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી મહિલા ક્રિકેટ ટીમમાં જામનગરના સુજાન અને રાબીયા સામાનું નામ ઝળહળી રહ્યું છે.દંગલ ફિલ્મની જેમ સંઘર્ષસાથે ક્રિકેટ ક્ષેત્રે નામના મેળવનાર સુજાન અને રાબીયા સામાન્ય પરિવારમાંથી આવતી હોવાથી અનેક સામજિક વંટોળો વચ્ચે અને પડકારોને પાછળ પછાડી આજે પોતાની એક નવી ઓળખ ઉભી કરી છે. સુજાન અને રબીયાના પિતા આસિફ ભાઈ જામનગરની ગ્રીન માર્કેટમાં લારી પર વેજ પુલાવ વેચીને પરિવારનું ગુજરાન ચલાવે છે છતાં પોતાની બન્ને દીકરીઓને ક્રિકેટ ક્ષેત્રે આગળ ધપાવી પોતાનું સપનું પૂરું કર્યું.
સુજાન સમા રણજીત ટ્રોફીમાં સિનિયરમાં અને રાબિયા સમા અન્ડર 19 માં રમે છે રબીયા અન્ડર 15ની કેપ્ટનપણ રહી ચૂકી છે. બંને દીકરીઓએ રાત-દિવસ એક કરીને સફળતાની સિદ્ધિ મેળવી છે. બંને દીકરીઓને મળેલી સફળતાને લઈને પિતા પણ ગર્વની લાગણી અનુભવી રહ્યાં છે. પિતા આસિફભાઈ સમાએ જણાવ્યું હતું કે, પોતાને સંતાનમાં પાંચ પુત્રીઓ છે. આસિફભાઈનો નાનપણથી ક્રિકેટર બનવાનું સપનું હતું અને તેઓ પણ સારું ક્રિકેટ રમે છે. પરંતુ પરિવાર મોટો હોવાથી જવાબદારીને કારણે તેઓનો ક્રિકેટનો આ શોખ માત્ર સપનું બનીને જ રહી ગયો હતો જેથી બંને પુત્રીને ક્રિકેટર બનાવવાનું મનોમન વિચારી લીધું હતું. સમા પરિવારમાં ખુદાએ દીકરાની પણ ખોટ રાખી પરતું આસિફભાઈએ પુત્રી સુજાન અને રબીયાને ક્રિકેટમાં કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું આર્થિક સ્થિતિ સારી નહિ હોવા છતાં બન્નેપુત્રીઓને ક્રિકેટમાં આળગ વધારી રાતદિવસની મહેનતથી સફળતા મેળવી છે. સુજાન અને રાબીયાએ કોચ મહેન્દ્ર સિંહ ચોહાણ કે જેઓ રવિન્દ્ર જાડેજાના પણ કોચ હતાતેમણે તાલીમ આપી. સુજાન હાલ સિનિયરમાં અને રાબીયા એન્ડર 19માં પોતાનું શ્રેષ્ટ પ્રદર્શન દેખાડી રહી છે.